પશુપાલકો આનંદો: 'સરહદ ડેરી' દ્વારા દૂધના ખરીદ ભાવોમાં વધારો કરાયો 

News18 Gujarati
Updated: June 14, 2019, 12:39 PM IST
પશુપાલકો આનંદો: 'સરહદ ડેરી' દ્વારા દૂધના ખરીદ ભાવોમાં વધારો કરાયો 
પ્રતિકાત્મક તસવીર

દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલોફેટ ૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

  • Share this:
અંજાર: શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા તમામ મંડળીઑ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલોફેટ ૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા ૬૨૦ થી વધારી અને ૬૫૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે.

આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં ૨ થી ૨.૫ રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા ૨.૫ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે તેમજ તેટલું સરહદ ડેરીને ભારણ પડશે આ ભાવો આગામી તારીખ  ૧૬ જૂનથી અમલમાં આવશે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલે જણાવ્યુ હતું.

આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલા વધારાના કારણે તેમજ દૂધ ભાવફેર વિતરણ દરમિયાન જિલ્લાના સાંસદ સાંસદ સભ્ય, ધારાસભ્યો, તેમજ આગેવાનો અને પશુપાલકોની માંગણી ધ્યાને લઈ દૂધ સંઘના નિયામક મંડળની ગત મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં તમામ ડાયરેક્ટરો દ્વારા પણ ભાવવધારાની માંગણી કરી અને સમર્થન આપતા ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવેલો છે.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर