કચ્છ: સરહદ ડેરીએ દાણમાં પ્રતિ બેગ ૧૦૦ રૂપિયાની સબસિડી જાહેર કરી

News18 Gujarati
Updated: September 15, 2018, 10:26 AM IST
કચ્છ: સરહદ ડેરીએ દાણમાં  પ્રતિ બેગ ૧૦૦ રૂપિયાની સબસિડી જાહેર કરી
પ્રતિકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછત છે અને કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતી છે. એટલે સરહદ ડેરીએ આ સબસિડી જાહેર કરી છે.

  • Share this:
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછત છે અને કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતી છે તેવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા “અમુલ દાણ” ની ખરીદીમાં સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે હાલમાં દૂધ સંઘ દ્વારા પ્રતિ બેગ રૂપિયા ૪૦ સબસિડી આપવામાં આવતી હતી જેમાં ૬૦ રૂપિયા જેટલો વધારો કરી અને પ્રતિ બેગ રૂપિયા ૧૦૦ ની સબસિડી જાહેર કરવામાં આવી છે.

હાલમાં અમુલ ડેરી આણંદથી પશુ ખાણ દાણ મંગાવી અને મંડળીઓ તથા મંડળ મારફત સરહદ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને પહોચતું કરવામાં આવે છે. દુષ્કાળની પરિસ્થિતીમાં ૧૦૦ રૂપિયા સબસિડી આપવાનો સરહદ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

કચ્છ: હવે ત્રણ મહિનામાં ‘ઊંટડીનું અમૂલ દૂધ’ તમારા આંગણે

કચ્છમાં સફેદ ક્રાંતિ: છેલ્લા 8 વર્ષમાં પશુપાલકોની આવક ત્રણ ગણી વધી

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ કે, “હાલમાં, અમુલ પાવર દાણની કિમત ૮૩૮ રૂપિયા પ્રતિ બેગ છે. જે પશુપાલકોને ૭૩૮ રૂ. માં પડશે અને બફેલો સ્પેશિયલ દાણની કિંમત ૫૦ કી.ગ્રા. ની બેગના ૧૧૦૫ રૂપિયા છે તેમાં રૂપિયા ૧૦૦ પ્રતિ બેગે સબસિડી બાદ રૂપિયા ૧૦૦૫માં આપવામાં આવશે. સરહદ ડેરીમાં દૂધ ભરાવતી મંડળીઓનો ઓર્ડર આવ્યેથી નક્કી કરેલા ભાવથી ખરીદ કરનાર મંડળીના ગામે પહોંચતી કરી આપવામાં આવશે અને ત્યાર બાદ દૂધ મંડળીના દૂધ બિલમાંથી રકમ વસૂલવાના રહેશે. આનો ફાયદો કચ્છ જિલ્લાના ૬૦ હજાર કુટુંબોને થશે. પરિણામે પશુ આરોગ્ય અને દૂધના ઉત્પાદનમાં વર્ષ દરમિયાન ફાયદો થશે તેમજ અછત સુધી સબસિડી આપવાનું ચાલુ રાખવામાં આવશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, સસ્તા દરે સાઇલેજ બેગમાં પેકિંગ ઘાંસચારો ઉપલબ્ધ કરાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સરહદ ડેરી દ્વારા ચાંદરાણી ખાતે ૩૦૦ મે. ટન પ્રતિ દિન વાળા ખાણ દાણ પ્લાન્ટનું કામકાજ ચાલુ છે જે આગામી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે જેનાથી પણ આણંદથી આવતા દાણનું ભાડું બચશે જેનાથી પણ પશુપાલકોને અંદાજે વધુ ૬૦ રૂપિયા સુધી દાણ સસ્તું મળશે

 
First published: September 15, 2018, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading