કચ્છ: સરહદ ડેરીએ મંડળીઓ માટે દૂધનાં બોનસની જાહેરાત કરી

કચ્છ જિલ્લામાં ખૂબ જ કપરી અછતની પરિસ્થિતી છે જેને અનુસંધાને દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ નથી

News18 Gujarati
Updated: May 7, 2019, 10:47 AM IST
કચ્છ: સરહદ ડેરીએ મંડળીઓ માટે દૂધનાં બોનસની જાહેરાત કરી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 7, 2019, 10:47 AM IST
અંજાર: શ્રી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દૂધ સંઘ સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ/પશુપાલક મંડળો ગત વર્ષ દરમિયાન દુધ્સ સંઘમાં ભરવેલ દૂધના ૪.૭૨% લેખે દૂધ ભાવફેરની ચુકવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે.

જે તમામ મંડળીઓને દૂધ સંઘ દ્વારા મંગાવવામાં આવેલ જરૂરી આધારો મંડળીઓ દ્વારા જમા કરાવ્યેથી તાત્કાલિક ધોરણે મંડળીઓને ચુકવણી કરવામાં આવશે જેથી અછતના સમયમાં પશુપાલકોને દૂધ ભાવફેરની રકમ જરૂરી ઉપયોગી નીવડે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું.

વધુમાં વલમજીભાઇ હુંબલે જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં ખૂબ જ કપરી અછતની પરિસ્થિતી છે જેને અનુસંધાને દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ નથી અને જો દૂધ ભાવફેર (બોનસ)ની રકમની ગણતરી દૂધની રકમ સાથે કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘો માથી એક આપણો દૂધ સંઘ છે.

તેમજ હાલમાં પણ દૂધના ખરીદ ભાવો વધારવા માટેની વિચારણા ચાલી રહી છે. અછતના કારણે પશુપાલકો દ્વારા સ્થળાંતર કરેલ છે જેનાથી મંડળીઓના દૂધમાં ઘટાડો આવેલ હોવાથી પરિવહન ખર્ચમાં પણ વધારો થયેલ છતાં પણ આવા રુટ ચાલુ રાખી અને પશુપાલકોને વધુને વધુ આવરી લેવામાં આવેલ છે. તેમજ દૂધ ઉત્પાદનમાં ખર્ચ ના વધે તે માટે સરહદ દાણમાં ૧૫૦ રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે જે સબસિડી પણ વધારવા માટે દૂધ સંઘ દ્વારા વિચારણા કરાઇ રહી છે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...