કચ્છઃ 1925માં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી અને મહાદેવ દેસાઈ સાથે કચ્છના પ્રવાસે આવ્યા હતા. કચ્છના તે સમયના પ્રખર ગાંધીવાદી પ્રભુલાલ ભાઈ ધોળકિયાની ડાયરીમાંથી તે પ્રવાસ વિશે ઘણી માહિતી મળી છે. કચ્છના ઇતિહાસકાર નરેશ અંતાણી દ્વારા પ્રભુલાલભાઈના લંડનમાં વસતા પુત્રી પાસેથી તે ડાયરી મેળવી તેમાં ઉલ્લેખ કરાયેલી ઘટનાઓ વિશે News18 સાથે ખાસ વાત કરી હતી.