Home /News /kutchh-saurastra /

કોરોના બાદ રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધી: એક મહિનામાં 65 હજાર પ્રવાસીઓ, આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા

કોરોના બાદ રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધી: એક મહિનામાં 65 હજાર પ્રવાસીઓ, આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા

સફેદ રણ

કોરોના બાદ આ વર્ષે રણોત્સવમાં મુલાકાતીઓની સંખ્યા વધી હતી એક મહિનામાં જ 65,000 લોકોએ સફેદ રણની મુલાકાત લીધી જોકે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટ્યા

  કચ્છ: નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કચ્છમાં પ્રવાસીઓની આવ શરૂ થાય છે. નવેમ્બર મહિનાથી દિવાળી જેવા તહેવારો અને રજાઓ ઉપરાંત બહુપ્રસિદ્ધ રણ ઉત્સવનો પણ પ્રારંભ થાય છે. ચંદ્રની સપાટી જેવો આભાસ કરાવતા કચ્છના વિશાળ સફેદ રણમાં 1લી નવેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધી ચાર મહિના રણ ઉત્સવ ચાલે છે.

  આ રણ ઉત્સવના ચાર મહિના દરમ્યાન રણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉત્સવ માટે ખાસ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવે છે જેની ઉત્કૃષ્ટ ભવ્યતાનો અનુભવ લેવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. રણની વચ્ચે બાંધવામાં આવતી ટેન્ટ સિટીમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સગવડો મળતી હોય છે જે પ્રવાસીઓમાં એક આકર્ષણ નું કેન્દ્ર છે.

  ફક્ત સફેદ રણ જોવા આવતાં પ્રવાસીઓ માટે પણ ખાસ આયોજનો તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ ચાર મહિના દરમ્યાન રણમાં ખાણી પીણી, હસ્તકળા વેંચાણ ઉપરાંત અનેક પ્રદર્શન અને સેવાઓ માટે સ્ટોલ ઊભા થાય છે જે થી સ્થાનિકો માટે પણ રોજગારી ઊભી થાય છે. પારંપરિક હસ્તકળા પહેરવેશ, કચ્છી સંગીત તેમજ ભોજન માટે ખાસ દેશી ભાણું પર્યટકો ખૂબ પસંદ કરે છે.

  રણ ઉત્સવની ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારના ટેન્ટની પ્રવાસીઓને પસંદગી મળે છે. ટેન્ટ સીટીનો કરાર આપાયેલ ખાનગી કંપની દ્વારા પ્રવાસીઓ માટે પ્રીમિયમ અને ડીલક્સ ઉપરાંત ખાસ રજવાડી અને દરબારી ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટના ભાડા એક રાત માટે વ્યક્તિ દીઠ રૂ. 4 હજારથી લઈને રૂ. 25 હજાર સુધી રાખવામાં આવ્યા છે, જેના પેકેજમાં ટેન્ટ સિટીમાં રોકાણ અને જમવા ઉપરાંત કચ્છના જાણીતા પ્રવાસન સ્થળોનું પ્રવાસ પણ સમાવેશ થાય છે. ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલ પીએમ અને સીએમ ક્લસ્ટરમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિશેષ ટેન્ટ પણ પ્રવાસીઓમાં આકર્ષણ બન્યા છે.

  કોરોના બાદ આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા

  ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવેલ લોકડાઉન થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા હતા પણ આ વર્ષે ફરી લેખેલા પ્રવાસીઓ દેખાયા છે. જો કે હજુ આંતરાષ્ટ્રીય ઉડ્ડયન પહેલાની ગતિએ શરૂ ન થતાં આંતરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહી છે. પણ આ વર્ષે ભારતીય પ્રવાસીઓ સારી સંખ્યામાં ઉમટ્યા છે. ગત વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી કુલ 1.34 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જ્યારે કે આ વર્ષે રણોત્સવ શરૂ થયાને માત્ર એક જ મહિનામાં 65,802 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગત વર્ષે 55 વિદેશી પ્રવાસીઓએ સફેદ રણની શીતળતા અનુભવી હતી પણ આ વર્ષે આંતરાષ્ટ્રીય ઉડ્ડયનમાં અનેક મુશ્કેલીઓ હોતાં હજુ સુધી માત્ર 18 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

  આ પણ વાંચો: શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવઃ કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah રહેશે ઉપસ્થિત, વાંચો આખો કાર્યક્રમ

  રણોત્સવ અને સફેદ રણની મુલાકાત લેવા ભિરંડિયારી ગામ પાસે ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા ઉભી કરાયેલ ચેકપોસ્ટમાંથી પરમીટ લેવી પડે છે જે થકી તંત્રને આવક ઊભી થાય છે. આ વર્ષે એક મહિનામાં પ્રવાસીઓ અને તેમની ગાડીઓની પરમીટમાંથી તંત્રએ રૂ. 66,54,064 એકત્ર કર્યા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નાતાલ, ન્યુ યર અને ઉત્તરાયણ જેવા તહેવારો થકી પ્રવાસીઓનો ધસારો વધશે જેથી. મુલાકાતીઓની કુલ સંખ્યા અને કમાણી ખાસી વધવાની શક્યતા છે.

  આ પણ વાંચો: ગુજરાતમાં Omicronના ફફડાટ વચ્ચે સ્થિતિ નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું આવું છે આયોજન

  હવે પ્રવાસીઓ આ વર્ષથી ટેન્ટ સિટીમાં કરે છે યોગ

  આ વર્ષથી રણ ઉત્સવની ટેન્ટ સિટીમાં દરરોજ સવારે યોગ બેચ પણ શરૂ કરવામાં આવ્યા છે. ટેન્ટ સિટીમાં રોકાતા પ્રવાસીઓને ગુજરાત યોગ બોર્ડમાં સિનિયર યોગ કોચ તરીકે ફરજ બજાવતા પૂર્વી સોની અને તેમના પુત્રી દ્વારા યોગ શીખવાડવામાં આવે છે. વહેલી સવારે ઉગતા સૂરજના તડકામાં ગુજરાતી તેમજ દેશ વિદેશમાંથી આવેલા પ્રવાસીઓ એક કલાક સુધી યોગ કરી દિવસની શરૂઆત કરે છે. આ બાબતે યોગ ટ્રેનર પૂર્વીબેને News18 ને જણાવ્યું હતું કે, "મીઠો નકારાત્મકતાને શોષી લે છે ત્યારે મીઠાના રણમાં યોગ કરતા પ્રવાસીઓને પણ હકારાત્મકતાનો અનુભવ થાય છે."
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, કચ્છ, રણ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन