Kutch weather News: નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીમાં ઘટાડો, નલિયા પણ ડબલ ડિજીટમાં
Kutch weather News: નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીમાં ઘટાડો, નલિયા પણ ડબલ ડિજીટમાં
ધુમ્મસ
આ વર્ષે પણ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી જ જિલ્લામાં શીત લહેર દોડી ગઈ હતી. સતત વધતી ઠંડી વચ્ચે લોકો સવાર સાંજ ગરમ કપડાં પહેરવા ઉપરાંત દિવસમાં પણ તાપણી કરવા મજબૂર બન્યા હતા. નલિયાનું ન્યુનત્તમ તાપમાન પણ છેલ્લા 11 વર્ષમાં ત્રીજી વખત 2.5 ડિગ્રી સુધી નીચું ગયું હતું.
kutch news: નવા વર્ષના પહેલા જ દિવસે કચ્છમાં લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. જિલ્લામાં સર્વત્રે પારો ઊંચો આવતા કડકડતી ઠંડીમાં ઘટાડો થયો છે. સામાન્યપણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે કચ્છમાં કાતિલ ઠંડી પ્રસરતી હોય છે. જિલ્લાભરમાં તાપમાન સિંગલ ડિજિટમાં ઉતરી આવે છે અને કચ્છના સૌથી ઠંડા પ્રદેશ અને કચ્છનું કાશ્મીર કહેવાતું નલિયા શૂન્ય ડિગ્રી તરફ ઢળતું જાય છે.
આ વર્ષે પણ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી જ જિલ્લામાં શીત લહેર દોડી ગઈ હતી. સતત વધતી ઠંડી વચ્ચે લોકો સવાર સાંજ ગરમ કપડાં પહેરવા ઉપરાંત દિવસમાં પણ તાપણી કરવા મજબૂર બન્યા હતા. નલિયાનું ન્યુનત્તમ તાપમાન પણ છેલ્લા 11 વર્ષમાં ત્રીજી વખત 2.5 ડિગ્રી સુધી નીચું ગયું હતું.
પણ હવે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે તાપમાનનો પારો દિવસાદિવસ ઉપર જઈ રહ્યો છે. જિલ્લામથક ભુજનો ન્યુનત્તમ તાપમાન શુક્રવારે 10.8 ડિગ્રીથી વધીને 13.2 ડિગ્રી નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનમાં 2.4 ડીગ્રીનો ફરક નોંધાયો હતો.
કચ્છના સૌથી ઠંડા મથક નલિયામાં ન્યુનતમ તાપમાન શુક્રવારે 9.6 ડિગ્રીથી વધીને શનિવારે 10 ડિગ્રી થયું હતું. તાપમાનમાં સામાન્ય વધારા સાથે સામાન્યપણે વર્ષના આ સમયે સિંગલ ડિજિટમાં રહેતું નલિયાનું તાપમાન પણ ડબલ ડિજીટમાં પહોંચ્યું હતું.
આ સાથે જ કંડલા પોર્ટ પર પણ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. ગઈકાલે શુક્રવારે 15 ડિગ્રી નોંધાયેલ નલિયાનું ન્યુનતમ તાપમાન શનિવારે 15.5 ડિગ્રી થયું હતું. તો બીજી તરફ કંડલા એરપોર્ટનું ન્યૂનતમ તાપમાન પણ 12.5 ડિગ્રીથી વધીને 13.4 ડિગ્રી થયું હતું.
આવતા અઠવાડિયામાં જિલ્લામાં ઠંડીમાં હળવો વધારો નોંધાશે. ભુજ, નલિયા તેમજ કંડલા ખાતે આવનારા દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો નોંધાશે જેથી લોકોને ઠંડીથી રાહત મળશે અને આ વર્ષે શિયાળામાં લોકોને કાતિલ ઠંડીનું અનુભવ વધારે નહીં કરવું પડે તેવું લાગી રહ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર