રાપર: જેઠે નાનાભાઈની પત્ની પર આચર્યું દુષ્કર્મ, બંને હાથ બાંધી પંખે લટકાવી માતાને કર્યો વીડિયો કોલ

રાપર: જેઠે નાનાભાઈની પત્ની પર આચર્યું દુષ્કર્મ, બંને હાથ બાંધી પંખે લટકાવી માતાને કર્યો વીડિયો કોલ
પ્રતીકાત્મક તસવીર

જેઠે પોતાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 • Share this:
  રાજ્યમાં મહિલાઓ (woman) પરના અત્યાચારના કિસ્સાઓ જાણો કૂદકેને ભૂસકે વધી રહ્યાં હોય તેમ સામે આવી રહ્યાં છે. ત્યારે રાપરનો (rapar) પણ એક ડરામણો કિસ્સો સામે આવ્યો છે. રાપર તાલુકાના ખાંડેક ગામમાં પરિણીતાને (Married woman) તેના જેઠે દુપટ્ટા વડે પંખા પર બાંધી દીધી અને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ (physically abuse) પણ કર્યું હતું. આ દરમિયાન જેઠે પરિણીતાની સાસુને વીડિયો કોલ (video call) કરીને પરિણીતાને બાંધી દીધી છે તેવું બતાવ્યું પણ હતું. જે બાદ સાસુએ પોતાના દીકરાને કહ્યું હતું કે, તું તેને પતાવી દેજે નહીં તો તે તને આપણને પતાવી દેશે. જે બાદ જેઠે પોતાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

  જેઠે પરિણીતાના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો  આ અંગે ફરિયાદમાં જણાવેલી માહિતી પ્રમાણે, મૂળ હિંમતનગરની અને હાલ રાપર ખાતે રહેતી પરિણીતાના લગ્નને છ વર્ષ છયા છે. તેનો પતિ આણંદ વિદ્યાનગર ખાતે રહે છે. આ બંનેને એક પુત્રી પણ છે જે હાલમાં પરિણીતાના માતાપિતા સાથે રહે છે. પરિણીતા રાતે પોતાની દીકરી સાથે વાત કરી રહી હતી તે દરમિયાન તેનો જેઠ તેના રૂમમાં આવ્યો હતો. જેઠે ધાકથી પૂછ્યું હતું કે તું કોની જોડે વાતો કરે છે અને હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ જેઠે પરિણીતાના હાથ દુપટ્ટાથી બાંધીને પંખે લટકાવી દીધા હતા.

  રાજ્યમાં નવા 268 કેસ, આજે 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

  'તેને પતાવી નાંખજે નહીં તો આપણને પતાવી દેશે'

  જે બાદ જેઠે પરિણીતાની સાસુને વીડિયો કોલ કરીને આ બધું જ બતાવ્યું હતું. જેમાં સાસુએ જેઠને કહ્યું હતું કે, તું આને પતાવી નાંખજે નહીં તો તે આપણને પતાવી દેશે. આટલું કહીને વીડિયો કોલ બંધ કર્યો હતો.

  Photos: UKની થેમ્સ નદી 60 વર્ષમાં પહેલીવાર થીજી ગઇ, બ્રિટન ઠુંઠવાયુ

  જાનથી મારી નાંખવાની આપી હતી ધમકી

  વીડિયો કોલ બાદ જેઠે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ જેઠે પરિણીતાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકીઓ પણ આપી હતી અને તેની દીકરી અને પતિના સમ પણ ખવડાવ્યા હતા. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, પરિણીતા હિંમત કરીને બીજા દિવસે પોતાના પિયર આવી ગઇ હતી અને માતાપિતાને આખી વાત જણાવી હતી.  જે બાદ હિંમતનગર પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને ફરિયાદ કરી હતી. ત્યાંથી પુર્વ કચ્છ એસપી સુધી આ ફરિયાદ અરજી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 13, 2021, 08:57 am

  ટૉપ ન્યૂઝ