રણોત્સવનું બુકીંગ શરૂ, ટૂર પેકેજમાં ભારે ડિસ્કાઉન્ટ, 24 કલાકમાં 700 લોકોએ કરાવ્યું બુકીંગ


Updated: August 30, 2020, 1:43 PM IST
રણોત્સવનું બુકીંગ શરૂ, ટૂર પેકેજમાં ભારે ડિસ્કાઉન્ટ, 24 કલાકમાં 700 લોકોએ કરાવ્યું બુકીંગ
રણોત્સવના કારણે 1 લાખ લોકોને રોજગારી મળે છે. ત્યારે આશા છે કે, રણોત્સવ શરૂ થતાં ફરી પ્રવાસન ગતિ મળશે.

રણોત્સવના કારણે 1 લાખ લોકોને રોજગારી મળે છે. ત્યારે આશા છે કે, રણોત્સવ શરૂ થતાં ફરી પ્રવાસન ગતિ મળશે.

  • Share this:
કોરોનાં કહેરના (Coronavirus) કારણે ટુરિઝમ સેક્ટરને (tourism Sector) મોટું નુકસાન થયું છે. પરંતુ હવે ઓનલોકમાં (unlock) ધીમે ધીમે છૂટછાટ મળી રહી છે.જેના કારણે રણોત્સવ નું બુકીંગ શરૂ થયું છે.

ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સેક્રેટરી મનીષભાઈ શર્માએ જણાવ્યું છે કે, 24 કલાકમાં 700 લોકોએ ટૂર પેકેજ બુકીંગ કરાવ્યા છે. પેકેજમાં 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. રણોત્સવના કારણે 1 લાખ લોકોને રોજગારી મળે છે. ત્યારે આશા છે કે, રણોત્સવ શરૂ થતાં ફરી પ્રવાસન ગતિ મળશે.

લોકો કરી રહ્યાં છે દિવાળી વેકેશનની તૈયારી

રાજ્યમાંથી લોકો રણોત્સવના પેકેજ બુકીંગ કરવી રહ્યા છે. પરંતુ અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે ઇન્કવારી કરી રહ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે બુકીંગ કરવી રહ્યા છે. જોકે કોરોના કહેરમાં વેકેશન અને તહેવારો જતા રહ્યા છે. લોકો ઘર બહાર નીકળી શક્યા નથી. ત્યારે દિવાળી વેકેશન, ક્રિસમસની રજામાં લોકો ફરવા જવા માટે અત્યારથી પ્લાનિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- હવામાન વિભાગની બે દિવસ ભારે વરસાદની આગાહી, આજની બપોર આ જિલ્લાઓ માટે ભારે

આ પણ જુઓ - 

પ્રવાસનને વેગ આપવા સિપ્લેન શરૂ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે, સિપ્લેન શરૂ કરવામાં આવે અને 31 ઓક્ટોબરથી સિપ્લેન શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જોકે સિપ્લેન પ્રવાસીઓ માટે આકર્ષક નું કેન્દ્ર બની રહેશે.ટુરિઝમ ઓપરેટરો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પેકેજ સાથે સિપ્લેનની સફરને પણ સામેલ કરવામાં આવશે.  સિપ્લેન શરૂ થશે એટલે ઓનલાઈન બુકીંગ પણ શરૂ થશે. જેના કારણે ભારત દેશ સાથે સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષક નું કેન્દ્ર બની રહેશે. જેના કારણે રિવરફ્રન્ટ અને સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળેને વેગ મળશે.

આ પણ વાંચો-  Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના
Published by: Kaushal Pancholi
First published: August 30, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading