Home /News /kutchh-saurastra /

કચ્છમાં કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર હરકતમાં: ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા તો લોકોને ઉકાળો પીવડાવાયું

કચ્છમાં કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર હરકતમાં: ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા તો લોકોને ઉકાળો પીવડાવાયું

કોરોના

કોરોના ટેસ્ટ

કચ્છમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેરમાં વ્યવસાય કરતા ધંધાર્થીઓ કોરોના ટેસ્ટ કરાયા તો જ

    કચ્છ: કચ્છમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામથક ભુજમાં આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર વ્યવસાય કરતા ધંધાર્થીઓને કોરોના ટેસ્ટ સાથે જાહેર સ્થળો પર ઉકાળો પીવડાવવાની શરૂઆત કરી છે. દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે કોરોનાની ત્રીજી લહેર આવવાની ભીતિ વર્તાઈ રહી છે ત્યારે કચ્છમાં પણ દિવસા દિવસ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

    રોજના કેસ વધી રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી છે. આજે સોમવારે આરોગ્ય તંત્રની ટીમો દ્વારા જિલ્લામથક ભુજના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર વ્યવસાય કરતા ધંધાર્થીઓ ના આરટી.પી.સી.આર. ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શાકભાજી કે ફૂલના ધંધાર્થીઓ કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે હેતુથી ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્રના આયુર્વેદ વિભાગના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોત સંસ્થા દ્વારા જાહેર સ્થળો પર લોકોને આરોગ્ય વર્ધક ઉકાળો પીવડાવવાની શરૂઆત કરાઈ હતી. ભુજના જાહેર રસ્તાઓ પર ફરતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારી કોરોનાથી બચાવવા અનેક ગુણોથી ભરપૂર ઉકાળો નિશુલ્ક રૂપે પીવડાવવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો: 9 વર્ષનો બાળક પતંગ પકડવાં જતાં હાઇવોલ્ટેજ વાયરને અડી ગયો, 20 મિનિટ માટે હાર્ટ બંધ થયું

    માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે સોમવારે અંદાજે 2500 લોકોએ આ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો અને આગામી સાત દિવસો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ ઉકાળો પીવડાવવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona third wave, Kutch, Omicron variant, કચ્છ

    આગામી સમાચાર