રામ માધવની ઉપસ્થિતીમાં 22 જાન્યુઆરીએ ભાજપની પ્રદેશ કારોબારી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 11:29 AM IST
રામ માધવની ઉપસ્થિતીમાં 22 જાન્યુઆરીએ ભાજપની પ્રદેશ કારોબારી
અમદાવાદઃ 22 જાન્યુઆરીએ ભાજપની પ્રદેશ કારોબારી યોજાશે. આ કારોબારી ગુજરાત ભાજપ માટે તથા ગુજરાતના રાજકારણ માટે ખૂબ મહત્વની બની રહેશે કારણ કે આ કારોબારી દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ ઉપસ્થિત રહેશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 11:29 AM IST

અમદાવાદઃ 22 જાન્યુઆરીએ ભાજપની પ્રદેશ કારોબારી યોજાશે. આ કારોબારી ગુજરાત ભાજપ માટે તથા ગુજરાતના રાજકારણ માટે ખૂબ મહત્વની બની રહેશે કારણ કે આ કારોબારી દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ ઉપસ્થિત રહેશે.
ભાજપ માટે અમિત શાહ ની જેમ રામ માધવે હંમેશા સંકટ મોચનની ભુમિકા ભજવી છે. આસામ અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી બાદ રામ માધવનુ કદ ભાજપમા વધ્યુ છે. ભાજપની રાષ્ટ્રીય સ્તરની થીંક ટેન્ક ગણાતા રામ માધવને આગામી દિવસો મા ગુજરાતની જવાબદારી સોપાય એવા સંકેતો મળી રહ્યા છે આગામી 22 જાન્યુઆરીએ ગુજરાત પ્રદેશ કારોબારીમા રામમાધવ ઉપસ્થિત રહેશે.મહત્વનુ છે કે છેલ્લા એક મહિનામા રામમાધવ સતત બીજી વાર ગુજરાતમા પ્રવાસે છે. આર એસ એસ દ્વારા યોજાયેલ બેઠક દરમ્યાન તેઓ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમા સંપૂણ એક દિવસ અમદાવાદમા હતા જ્યા સંધ વડા મોહન ભાગવત સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને હવે પ્રદેશ કારોબારીમા તેમની હાજરી એ અનેક તર્ક વિતર્ક ઉભા કર્યા છે. જો કે આ ભાજપ રામ માધવની મુલાકાતને ઐપચારિક મુલાકાત જ ગણાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય. છે પરંતુ નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ સરકાર અને સંગઠનની સમાજ પરથી પકડ સતત ઢીલી થઇ રહી છે જનુ તાદર્શ ઉદાહરણ છે સરકાર સામે સતત ચાલી રહેલા આંદોલનો તેવા સંજોગોમા રામ માધવની ગુજરાત મુલાકાત ભાજપ માટે કેટલી ફળદાયી નિવડશે એ તો આગામી સમય જ બતાવશે.

ફાઇલ તસવીર
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर