કચ્છ, જૂનાગઢમાં કરા સાથે ધોધમાર વરસાદ, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: November 14, 2019, 3:44 PM IST
કચ્છ, જૂનાગઢમાં કરા સાથે ધોધમાર વરસાદ, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી
કચ્છમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Share this:
અતુલ વ્યાસ, વિભુ પટેલ, અમદાવાદ : અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વીજળીનાં કડાકા સાથે 30થી 40 કિમીની પવનની ઝડપ સાથે કચ્છ, દ્વારકા, બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય જનતાની સાથે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. કચ્છ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

મહત્વનું છે કે આ વર્ષે નવેમ્બરમાં પણ શિયાળાની શરૂવાત થઇ નથી. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે 20મી તારીખથી શિયાળાની શરૂવાત થવાની છે. તે પહેલા વરસાદની આગાહી છે. આજે બપોરે કચ્છ, જૂનાગઢ, લખરતમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે કચ્છમાં તો વરસાદની સાથે કરા પણ વરસી રહ્યાં છે.

આ પણ વાંચો : ગાંધીનગરનાં સિરિયલ કિલર સામે વધુ એક ચકચારી હત્યાનો નોંધાયો ગુનો

રાજકોટમાં પણ ગઈકાલે અડધો ઈંચ વરસાદ પડયા બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. મોરબી, સરા, જસદણ, ચિતલ, અમરેલી સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોચ્યું છે. મોરબીમાં રાતે વરસાદ પડતા યાર્ડમાં આઠ હજારથી વધુ મણ કપાસ પલળી ગયો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાઘપર રોડ પર મકાનનું છજુ ધરાશાયી થયું હતુ. મોરબી. માળીયા અને હળવદ પંથકના કેટલાક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો. માળીયાના નવા ઘાટીલા અને હળવદના ટીકર, સાપકડા, સુરવદર, સરંભડા, પાંડાતીરથ, મીયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાના અહેવાલો મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

First published: November 14, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading