Home /News /kutchh-saurastra /

કચ્છ: ઉત્તરાયણ દરમ્યાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા જિલ્લામાં 16 કેન્દ્ર ઊભા કરાયા, જૂઓ હેલ્પલાઇન નંબર

કચ્છ: ઉત્તરાયણ દરમ્યાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા જિલ્લામાં 16 કેન્દ્ર ઊભા કરાયા, જૂઓ હેલ્પલાઇન નંબર

પતંગોત્સવ

પતંગોત્સવ

ઉત્તરાયણ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પશુ પક્ષીઓ ને સમયસર સારવાર મળે તે માટે જિલ્લા વન વિભાગ અને પશુપાલન કચેરી દ્વારા સારવાર કેન?

    કચ્છ: જિલ્લા વન વિભાગ તેમજ જિલ્લા પશુપાલન કચેરી દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ દરમ્યાન પતંગના દોરાઓથી ધાયલ થયેલ પક્ષીઓને બચાવવા વિવિધ તાલુકાઓમાં 16 જગ્યાએ ખાસ સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે.

    ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પશુ પક્ષીઓને સમયસર સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા જિલ્લા પશુપાલન કચેરી અને બિનસરકારી સંસ્થાઓ તેમજ સામાન્ય પ્રજાના સહયોગથી આજે સોમવારથી 20 જાન્યુઆરી દરમ્યાન કરૂણા અભિયાનનું આયોજન કરાયું છે.

    કરૂણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ અને વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800233155333 તેમજ ધાયલ થયેલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યા છે.

    જિલ્લાના દરેક તાલુકાઓમાં આ સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જેથી ઘાયલ જીવોને સમયસર સારવાર આપી તેમને બચાવી શકાય. જિલ્લામાં કુલ 16 સેન્ટરમાંથી ભુજ તાલુકાના સૌથી વધારે 5 સેન્ટર ઊભા કરાયા છે, તે ઉપરાંત વધારે પતંગ ઉડાડવામાં આવે છે તેવા અંજાર, ગાંધીધામ અને માંડવી તાલુકામાં પણ અનેક સારવાર કેન્દ્ર ઉભા કરાયા છે. સાથે જ દરેક તાલુકા માટે અલગ-અલગ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: પરીક્ષા કૌભાંડ: 16 લાખ લઇને નોકરીઓ અપાઇ, CBI તપાસ થવી જોઇએ: યુવરાજસિંહ

    હેલ્પલાઇન નંબર:
    ભુજ માટે 02832-230303, 02832-227657, 9825271950, 9978511997, 9638391334, 9429819336
    મુન્દ્રા માટે 7984315886, 9773137905
    અંજાર માટે 02836-242487, 9409143999
    ગાંધીધામ માટે 02836-242487, 9825064869
    ભચાઉ માટે 9601846007, 9586534243, 9106479884
    આડેસર માટે 02830-296714, 9824083536
    રાપર માટે 9909465770, 9427396999, 9374203878
    માંડવી માટે 02834-223607, 02834-224259, 9428151530, 8849233729
    અબડાસા માટે 02831-222509, 9427818920,
    નખત્રાણા માટે 02835-221259, 9586926079, 9427818920
    લખપત માટે 02839-223204, 7016754262.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Makar sankranti 2022, Uttarayan 2022, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन