Home /News /kutchh-saurastra /

કચ્છ: આ વર્ષે પણ હોળીની ઉજવણીને ફિક્કો કરશે કોરોનાનો કહેર, ગુલાલ પિચકારીની અછત વચ્ચે ભાવમાં વધારો

કચ્છ: આ વર્ષે પણ હોળીની ઉજવણીને ફિક્કો કરશે કોરોનાનો કહેર, ગુલાલ પિચકારીની અછત વચ્ચે ભાવમાં વધારો

title=

કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી હોળીની ઉજવણી માણવાથી લોકો વંચિત રહ્યા હતા ત્યારે આ વર્ષે સરકારી ગાઈડલાઈનમાં કોઈ ન હોવા છતાંય માલની અછત અને ભાવવધારા વચ્ચે હોળીની ઉજવણીમાં ખલેલ પડશે

    હોળીના પર્વને (Holi 2022) હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે તો કચ્છભરમાં લોકોએ ધુળેટીની (Dhuleti 2022) તૈયારીઓ શરૂ કરી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના (Corona) કારણે હોળી અને ધૂળેટીમાં અનેક પાબંદીઓનો (Corona Guidelines) સામનો લોકોને કરવો પડ્યો હતો. એક સાથે વધારે લોકો જાહેર સ્થળ પર ન મળી શકે તેમજ ધુળેટી રમવા મુદ્દે પણ મનાઈ હોતાં છેલ્લા બે વર્ષોથી આ તહેવાર ફિક્કો રહ્યો હતો. પણ હવે આ વર્ષે કોરોના કેસો ઓછા હોતાં અને પાબંદીઓ પણ ન હોતાં લોકો ઘણી આશાઓ સાથે આ તહેવાર ઉજવશે. સાથે જ બજારોમાં પણ વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી છે પણ છતાંય લાગે છે કે કોરોનાની અસર આ વર્ષે પણ હોળી (Holi amid Corona) પર વર્તાશે. આ વર્ષે વેપારીઓને સારી ઘરાકી તો મળી રહી છે પરંતુ આ વર્ષે ભાવમાં લગભગ 15 થી 20 ટકા જેટલો વધારો આવ્યો છે તથા માલની તંગી પણ સર્જાઈ રહી છે.

    પૂરા દેશમાં દરેક તહેવારની ઉજવણી લોકો હર્ષોલ્લાસથી કરતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો પોતાના મનપસંદ તહેવારોની ઉજવણી કરી શક્યા ન હતા. ઉપરાંત અનેક વેપારીઓ પણ કોઈ પણ પ્રકારના તહેવારમાં ધંધો કરી શક્યા ન હતા. તો હવે હોળી-ધુળેટીના તહેવારને માત્ર થોડા દિવસો બાકી છે ત્યારે રંગો અને પિચકારીઓનો વેપાર કરતા વેપારીઓ પાસે ઘરાકીતો સારી જોવા મળી રહી છે, પરંતુ કંપની દ્વારા માલ ઓછો બનાવવામાં આવ્યો હોવાથી માલની તંગી પણ સર્જાઈ રહી છે.

    આ પણ વાંચો: હાઇકોર્ટનો નિર્ણય : ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી

    ભુજમાં છેલ્લાં 33 વર્ષોથી તહેવાર મુજબ સિઝનલ વસ્તુઓનું વેપાર કરતા પરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હોળી માટે દિવાળી બાદ કંપની પાસેથી માલ મંગાવવાનો હોય છે, પરંતુ દિવાળીના સમયમાં કોરોના વધારે હોવાથી કંપની દ્વારા માલ પણ ઓછો બનાવાયો છે જેને કારણે મોટા મોટા વેપારીઓ પાસે માલ પહોંચ્યો નથી. ઉપરાંત આ વર્ષે ભાવમાં પણ લગભગ 10 થી 15 ટકા જેટલો વધારો આવ્યો છે.

    આ પણ વાંચો: પંજાબમાં અરવિંદ કેજરીવાલની પ્રથમ ગેરંટી પર કામ શરૂ, 1 કરોડ લોકોને થશે ફાયદો

    બાળકોને પસંદ આવે એવી પાઇપવાડી પિચકારી, બેનટેન, છોટા ભીમવાડી પિચકારી પણ ખુબ ઓછા પ્રમાણમાં બજારમાં આવી છે. તો વળી ગુલાલનો જથ્થો પણ ખુબ ઓછો આવ્યો છે. ઉપરાંત આ વર્ષે શહેરની ઘરાકી કરતા ગામડાની ઘરાકી વધારે જોવા મળી રહી છે. હોળીના રંગો અને પિચકારી બનાવતી 20 જેટલી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે. જેથી કરીને આ વખતે નવી કોઈ વેરાયટીઓ પણ જોવા નથી મળી રહી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Holi 2022, Kutch, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन