કચ્છ: વિદેશમાંથી ભારતમાં દૂધની આયાત રોકવા મુખ્યમંત્રીને રજૂઆત

News18 Gujarati
Updated: August 17, 2019, 2:02 PM IST
કચ્છ: વિદેશમાંથી ભારતમાં દૂધની આયાત રોકવા મુખ્યમંત્રીને રજૂઆત
દૂધની આયાત રોકવા સરહદ ડેરીના ચેરમેનશ્રી દ્વારા રજૂઆત

કેન્દ્ર સરકારશ્રી દ્વારા ભારતીય ડેરી ઉધોગ અને રીજિયોનલ કોમ્પ્રેહેસીવ ઇકોનોમિક પાર્ટનરશીપ કરાર હેઠળ વિદેશમાંથી દૂધ અને પાવડરની આયાત રોકવા રજૂઆત કરવામાં આવી છે.

  • Share this:
ભારત પશુપાલન સાથે સંકળાયેલ દેશ છે. દેશમાં સૌથી વધુ લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે અને મોટાભાગના ખેડૂતો જિલ્લામાં આવેલી ડેરીમાં દુધનો નિકાસ કરે છે. જો આ નિકાસ બંધ કરવામાં આવે અને બહારના દેશમાંથી દુધની આયાત કરવામાં આવે તો દુધ ઉત્પાદક સંઘ અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. જેને લઇ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. "સરહદ ડેરી" ના ચેરમેનશ્રી વલમજીભાઈ આર. હુંબલેએ મુખ્યમંત્રી વિજય રુપાણીને રજૂઆત કરી છે.

દૂધની આયાત રોકવા માટે માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ચેરમેને જણાવ્યું છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભારતીય ડેરી ઉદ્યોગ અને રીજિયોનલ કોમ્પ્રેહેસીવ ઇકોનોમિક પાર્ટનરશીપ દ્વારા કરાર કર્યો છે. જે હેઠળ ભારતની ડેરીને આ ઇકોનોમિક આયાતમાંથી બાકાત કરવામાં આવે તેમ જણાવ્યું,

રીજિયોનલ કોમ્પ્રેહેસીવ ઇકોનોમિક પાર્ટનરશીપ દ્વારા ઓશોસિયેશન ઓફ સાઉથઇસ્ટ ઓશિયન નેશનના 10 સભ્યો જેવા કે બ્રુનેઇ, કમ્બાઇડીયા,, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ સાથે ફ્રી ટ્રેન્ડ એગ્રિમેન્ટમાં 6 સભ્યો જેવા કે ચીન, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડ સાથે કરાર કરવાનું નક્કી કર્યુ છે.

આ ઉપરાંત કહ્યું કે ઉપરોક્ત કરારની શરતો અને નિયમોમાં ભારત દ્વારા ન્યૂઝીલેન્ડમાં જેની વસ્તી 48 લાખની છે જે અમદાવાદ શહેર કરતા પણ ઓછી છે. જે ખૂબ સસ્તા ભાવે ઓછી આયાત ડ્યુટી ભરીને દુધની બનાવટોને ભારતની બજારમાં મુકવાની પેરવીમાં છે. આ સાથે જો ન્યૂઝીલેન્ડ સાથે કરાર કરવામાં આવે તો તેમના માત્ર કુલ ઉત્પાદનના 5 ટકા પણ નિકાસની છૂટ આપવામાં આવે તો ભારતના બજારની જરુરિયાત 28 ટકા બરાબર છે.

જો કે દુધ ઉત્પાદન કરતા દેશો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યૂરોપિયન કે જ્યા દુધના ઉત્પાદન સામે ખપત ઓછી છે. જેની દુધની બનાવટો ભારતમાં નિકાસ કરવામાં આવશે તો દુધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવમાં ઘટાડો થશે અને પ્રતિ વર્ષે 3.5 લાખ કરોડનું નુકસાન થશે. જેની સીધી ખોટ ખેડૂતો અને પશુપાલકોની મળતી આવક પર પડશે.

આવા સંજોગોમાં દુધ ઉત્પાદન સહકારી સંઘ કે જે ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષની કામગીરી નફો નહીં પણ નુકસાનના ધોરણે છે. જેથી પશુપાલકના હિતને ધ્યાનમાં રાખીને દેશના ડેરી ઉદ્યોગને બાકાત કરવા જરુરી છે.
First published: August 17, 2019
વધુ વાંચો
अगली ख़बर