Home /News /kutchh-saurastra /

Kutch : નર્મદા કેનાલના કામમાં ઢીલાશ, 6 મહિનામાં કામ પૂર્ણ કરવા તોગડિયાએ માંગ, જુઓ Video

Kutch : નર્મદા કેનાલના કામમાં ઢીલાશ, 6 મહિનામાં કામ પૂર્ણ કરવા તોગડિયાએ માંગ, જુઓ Video

પ્રવિણ

પ્રવિણ તોગડિયાની ફાઇલ તસવીર

Kutch News : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તોગડિયાએ કચ્છમાં નર્મદા કેનાલનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી ઈચ્છા દર્શાવી.

    કચ્છના (Kutch) પ્રવાસે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના (VHP) પૂર્વ અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ (Pravin Togadia) કચ્છમાં નર્મદા કેનાલનું કામ 6 મહિનામાં પૂર્ણ થાય એવી ઈચ્છા દર્શાવી. સાથે જ કહ્યું કે કચ્છના તળાવોને નર્મદાના (Narmada Canal) વરસાદી પાણીથી ભરાય તો કચ્છના ખેડૂતોને લાભ મળશે અને જિલ્લાની આર્થિક સ્થિતિ સુધરશે. કોરોના વિશે વાત કરતાં તોગડિયાએ જણાવ્યું કે દેશનું આરોગ્ય તંત્ર બીજી લહેરમાં નબળું પડ્યું હતું પણ હવે જ્યારે વિશ્વના વિવિધ દેશોમાં અને ભારતમાં કેરળમાં ત્રીજી લહેર શરૂ થવાના એંધાણ દેખાય છે તો સરકારે આ તરફ ધ્યાન દેવું જોઈએ અને પૂર્વ તૈયારીઓ રાખવી જોઈએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IHP, Narmada Canal Kutch News, Pravin togadia, VHP, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन