ડાયરામાં રૂપિયાનો વરસાદ,લોકજાગૃતિના પ્રયાસ કરતા મળી ધમકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:09 PM IST
ડાયરામાં રૂપિયાનો વરસાદ,લોકજાગૃતિના પ્રયાસ કરતા મળી ધમકી
લોગ ગાયક માયા ભાઈ આહીરના પુત્ર અને ભત્રીજા દ્વારા સુરતના એક વ્યક્તિને ડાયરા માં થતા નોટના વરસાદ બાબતે ફેસબુક પર સમાજ જાગૃતિ માટે કરેલ પોસ્ટ બાબતે ધમકી મળતા સુરતના વરાછા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરીયાદ કરતા હવે તો માયાભાઇના ચાહકો અને સગા સંબંધીઓ પણ ધમકી આપી રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:09 PM IST
લોગ ગાયક માયા ભાઈ આહીરના પુત્ર અને ભત્રીજા દ્વારા સુરતના એક વ્યક્તિને ડાયરા માં થતા નોટના વરસાદ બાબતે ફેસબુક પર સમાજ જાગૃતિ માટે કરેલ પોસ્ટ બાબતે ધમકી મળતા સુરતના વરાછા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરીયાદ કરતા હવે તો માયાભાઇના ચાહકો અને સગા સંબંધીઓ પણ ધમકી આપી રહ્યા છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ બાલદાણીયાને લોક ગાયક માયાભાઇ આહીરના પુત્ર ભરત અને ભત્રીજા વિહા ભાઈ આહીર દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે. 10 તારીખે ફેસબુક પર માયાભાઇ આહીર ના ડાયરામાં નોટોનો વરસાદ થતો જોઈને સમાજ ને જાગૃત કરવા એક પોસ્ટ કરી હતી. જેમાં લક્ષ્મી પગ નીચે કચડાય છે જેનાથી લક્ષ્મી માતાનું અપમાન થાય છે તેવી પોસ્ટ કરતા માયાભાઇ આહિરના પુત્ર અને ભત્રીજા દ્વારા ફેસબુક પરથી મોબાઈલ નંબર લઈને ધાકધમકી આપવા માડ્યા હતા.

ત્યાર બાદ બીજાને પ્રવીણ ભાઈ પર ધમકીનો વરસાદ શરુ થયો હતો જેને પગલે પરવીનભાઈએ આ મામલે વરાછા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

જોકે માયાભાઇ આહીર ના પુત્ર અને ભત્રીજાના ધમકી થી આ વાત અટકી ન હતી. પછીતો માયાભાઈ આહીરના સગાને સબન્ધી સહીત અનેક લોકો દ્વારા સતત ધમકીઓ મળી રહી છે. હદ તો તારે થઇ કે જયારે આ પ્રવીણ ભાઈ ઈટીવી ની ટીમને મળી તે સમયે પણ તેમને સતત ધમકીના ફોન આવતા હતા.મહુવા તાલુકાનાદેવ આહીર દ્વારા ધમકી ભરીયો ફોન આવીયો હતો અને હજુ પણ સમજી જવાની ચેતવણી આપવા સાથે મારીનાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે.
First published: May 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर