પ્રજાપતિ સમાજની નારાજગી મુદ્દે જીતુ વાઘાણીએ શું કહ્યુ જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 1:21 PM IST
પ્રજાપતિ સમાજની નારાજગી મુદ્દે જીતુ વાઘાણીએ શું કહ્યુ જાણો
ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ ની કલા નુ અપમાન કર્યુ હોવા ના આક્ષેપ સાથે પ્રજાપતિ સમાજ ના એક આગેવાન નો વિડીયો સોશિયલ મીડિયા મા વાઇરલ થયો છે. રાજ્યમાં કલેક્ટર કચેરીએ પહોચી પ્રજાપતી સમાજ દ્વારા આવેદન પણ અપાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 1:21 PM IST
ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ ની કલા નુ અપમાન કર્યુ હોવા ના આક્ષેપ સાથે પ્રજાપતિ સમાજ ના એક આગેવાન નો વિડીયો સોશિયલ મીડિયા મા વાઇરલ થયો છે. રાજ્યમાં કલેક્ટર કચેરીએ પહોચી પ્રજાપતી સમાજ દ્વારા આવેદન પણ અપાયા છે.

બનાવ ની વિગતે વાત કરીયે તો ભાજપ ના ચાલી રહેલ વિસ્તારક અભિયાન અંતર્ગત ભાજપ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઘેર ઘેર ફરીને ભાજપની વિચારધારા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ભાજપ ની સરકાર ની યોજનાઓ ને ઘર ઘર સુધી પહોચાડવા માટેનુ ભાજપનુ અભિયાન ચાલી રહ્યુ છે.એ દરમ્યાન ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રજાપતિ સમાજ ના એક સભ્ય ના ઘરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત વખતે જીતુ વાઘાણી અને એ ઘર ના વડીલ બંને માટલા પર ઊભા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામા વાઇરલ થતા પ્રજાપતિ સમાજના આગેવાન એવા પ્રજાપતિ સમાજ મહાએકતા અભિયાન ના અધ્યક્ષ દિનેશ પ્રજાપતિ એ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને જીતુ વાઘાણી પર આકરા પ્રહાર કરીને ભાજપને પ્રજાપતિ સમાજ અને ઓબીસી સમાજ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે.

અને જીતુ વાઘાણીએ માટલા પર ઊભા રહીને પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિઓની કલાનુ અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામા વહેતો કર્યો છે.આથી આ મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.પોતાના વિડીયોમા પ્રજાપતિ આગેવાન દિનેશ પ્રજાપતિએ જીતુ વાઘાણી માફી માગે અથવા આવનાર ચૂંટણી મા ભાજપ પરિણામ ભૉગવવા તૈયાર રહે તેવી ચિમકી ઉચારી છે .

આ મામલે હવે આજે વલસાડ જિલા ના પ્રવાસે આવેલ  જીતુ વાઘાણિ એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને માટલા પર ઊભા રહેવાના મુદ્દે સ્પષ્ટતા કરી છે .જીતુ વાઘાણીના કહેવા પ્રમાણે માટલુ બનાવનાર કુભારએ જાતે જ જીતુ વાઘાણીને માટલાનીમજબૂતાઈ તપાસવા માટે માટલા પર ઊભા રહેવા આગ્રહ કરતા તેઓ માટલા પર ઊભા રહ્યા હતા.આથી તેમના મતે આ ચેષ્ટા એ પ્રજાપતિ સમાજ કે પ્રજાપતિની કલાનુ અપમાન નથી કર્યુ તેમ છતા જો કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઇ હોય તો પોતે માફી માંગવા મા પણ કોઈ સંકોચ નથી અનુભવતા.જોકે આ સામાન્ય વાતને વિવાદનો મુદ્દો બનાવાવાના આ પ્રયાસ ને કોંગ્રેસના ઇશારે થયેલ ક્રૂત્ય હોવાનો જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો હતો.


 
First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर