22મી જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો આજ સહિત આવતીકાલ માટે કમોસમી વરસાદની (unseasonal rains) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની (western disturbance) અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વર્ષે તેવી પૂરી શક્યતા છે.
Kutch News: કચ્છમાં (Kutch) થોડા દિવસો અગાઉ જ હવામાન નિષ્ણાંત અંબાલાલ (Ambalal Patel weather forecast) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વાડછાયું વાતાવરણ ઉભુ થયુ છે. ગુરુવારથી શનિવાર સુધીની આગાહી (rain forecast) વચ્ચે ગઈકાલે ગુરુવારે ચોખ્ખો આકાશ રહ્યો હતો અને તડકો છવાયો હતો પણ શુક્રવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો આજ સહિત આવતીકાલ માટે કમોસમી વરસાદની (unseasonal rains) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની (western disturbance) અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વર્ષે તેવી પૂરી શક્યતા છે.
વરસાદની આગાહી અને ભારે પવન ફુંકાવાની શક્યતા વચ્ચે 22મી જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. તે ઉપરાંત દરિયામાંથી માછીમારોની બોટ પણ પરત બોલાવવામાં આવી છે.
ગઈકાલથી સમગ્ર રાજ્યમાં તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યું છે જેથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી ઠંડીનો ચમકારો પણ ઘટી ગયું છે. ત્યારે આજે પણ રાજ્યના જિલ્લાઓમાં 15 ડિગ્રીથી 20 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.આજે સવારથી જ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે તથા સવારના ભાગમાં ઠંડા પવનો અનુભવાય તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દિવસ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે.
કચ્છ જિલ્લામાં આગાહી મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને માવઠાની આગાહી વચ્ચે ઠેર ઠેર ધુમ્મસ છવાયો હતો. તો આજે કચ્છ જિલ્લાના ભુજ, નલિયા અને કંડલા ખાતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જિલ્લામથક ભુજમાં શુક્રવારે સવારે ન્યુનત્તમ તપામન 19.4 ડિગ્રી નોંધાયું હતું, નલિયામાં 19.6 ત્યારે જ કંડલામાં 18.4 ડિગ્રી નોંધાયું હતું. બે દિવસ કમોસમી વરસાદ વચ્ચે a તાપમાન ફરી ગગડે તેવી સંભાવના છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર