પોલીસ બનશે આધુનિક,ઈતીહાસમા પહેલા વખત યુનિવર્સીટી સાથે એમઓયુ કર્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 2:19 PM IST
પોલીસ બનશે આધુનિક,ઈતીહાસમા પહેલા વખત યુનિવર્સીટી સાથે એમઓયુ કર્યા
પોલીસ વિભાગમાં આધુનીકરણની સાથે પોલીસને વિદ્યાર્થીઓની મદદ મળી રહે તે હેતુ થી શહેર પોલીસે ગુજરાત યુનિવર્સીટી સાથે એમઓયુ સાઈન કર્યા છે. જેમા ગુજરાત યુનિવર્સીટીના વિધ્યાર્થીઓ પોલીસની જરુરીયાતને અનુલક્ષીને વિવિધ પ્રકારના સંશોધનો કરશે, જેમાથી બે અલગ અલગ સંશોધનો પર વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 2:19 PM IST
પોલીસ વિભાગમાં આધુનીકરણની સાથે પોલીસને વિદ્યાર્થીઓની મદદ મળી રહે તે હેતુ થી  શહેર પોલીસે ગુજરાત યુનિવર્સીટી સાથે એમઓયુ સાઈન કર્યા છે. જેમા ગુજરાત યુનિવર્સીટીના વિધ્યાર્થીઓ પોલીસની જરુરીયાતને અનુલક્ષીને વિવિધ પ્રકારના સંશોધનો કરશે, જેમાથી બે અલગ અલગ સંશોધનો પર વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે.

ઈતીહાસમા પહેલા વખત પોલીસે યુનિવર્સીટી સાથે એમઓયુ કર્યા છે. અમદાવાદ શહેર પોલીસે ગુજરાત યુનિવર્સીટી સાથે એમઓયુ સાઈન કર્યા છે. જેમા ગુજરાત યુનિવર્સીટીના 1.31 લાખ વિધ્યાર્થીઓના અલગ
અલગ વિચારોની પોલીસ મદદ મેળવસે અને વિધ્યાર્થીઓ પોલીસની જરુરીયાતને અનુલક્ષીને વિવિધ પ્રકારના શંશોધનો કરશે. ઉપરાંત ફોરેસીંક સાયન્સ ડીપાર્ટમેન્ટ ધ્વારા પણ કેટલાક રીસર્ચ કરવામા આવશે તો
બીજી તરફ યુનિવર્સીટીના વિધ્યાર્થી ની નવા અને આધુનિક વિચારોથી મદદ મળશે.

એક તરફ એમઓયુ સાઈન થયા બાદગુજરાત યુનિવર્સીટી ધ્વારા મિથેનોલ ડીટેક્શન કીટ રજુ કરવામા આવી હતી. ગુજરાત યુનિવર્સીટીના વિધ્યાર્થીઓ ધ્વારા વિકસાવવા મા આવેલ આ કીટની મદદથી માત્ર લીટમશ પેપરના માધ્યમથી પોલીસ મિથેનોલની માત્ર 2 મીનીટમા માહીતી મેળવી શકસે અને લંઠ્ઠાકાંડને અટકાવવામા મદદ મળી શકશે. આ કીટ 3 મહીનાના રીસર્સ બાદ આ કીટ તૈયાર કરવામા આવી છે. જેનો ટુંક સમયમા પોલીસ ઉપયોગ કરતી જોવા મળસે તો બીજી તરફ પોલીસ મથકની કામગીરી માટે બેકબોન સોફ્ટવેર પર પણ વિધ્યાર્થીઓ કામ કરી રહ્યા છે.

એક તરફ પોલીસની મદદ તો બીજી તરફ યુવા વિદ્યાર્થીઓમા વધતા દુષણો અટકાવવા માટે આ એમઓયુ મદદ રુપ થાય તેવો આશાવાદ ગુજરાત યુનિવર્સીટીના ઈન્ચાર્ઝ કુલપતી ધ્વારા વ્યક્ત કરવામા આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ અને સામાન્ય નાગરીક વચ્ચે મતભેદ છે. તે ઓછો થાય અને પોલીસ મિત્ર બનીને કામ કરે તે માટે પણ આ એમઓયુ મદદ રુપ રહેશે.
First published: April 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर