Home /News /kutchh-saurastra /કચ્છ: CCTV અને ટાયર માર્ક વડે પોલીસે બનાસકાંઠાથી મંદિર ચોરીના 3 આરોપીઓ પકડ્યા, જુઓ Video

કચ્છ: CCTV અને ટાયર માર્ક વડે પોલીસે બનાસકાંઠાથી મંદિર ચોરીના 3 આરોપીઓ પકડ્યા, જુઓ Video

કચ્છમાં

કચ્છમાં વધેલી મંદિર ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી અને ગાડીના ટાયર માર્કના નિશાનથી પોલીસે બનાસકાંઠાથી ત્રણ આરોપીઓને પકડ્યા અને હજુ ત્રણ આરોપીઓને શોધી રહ્યા છે.

કચ્છમાં વધેલી મંદિર ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી અને ગાડીના ટાયર માર્કના નિશાનથી પોલીસે બનાસકાંઠાથી ત્રણ આરોપીઓને પકડ્યા અને હજુ ત્રણ આરોપીઓને શોધી રહ્યા છે.

    કચ્છ:  કચ્છમાં ધાર્મિક સ્થાનોને અભડાવતી સક્રિય તસ્કર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. અંજારના મકલેશ્વર મહાદેવ અને પઠાવીડી સંધ્યાગીરીબાપુના આશ્રમમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

    કચ્છમાં છેલ્લા દોઢ મહિનાથી મંદિર ચોરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. અંજારના રાધાનગર અને મકલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ અભડાવ્યા બાદ સંધ્યાગિરીબાપૂના આશ્રમને નિશાને બનાવ્યું હતું. વારંવાર બનતી મંદિર ચોરીની ઘટનાઓના કારણે હિંદુ સંગઠનોમાં પણ આક્રોશ વ્યાપી ગયો હતો ત્યારે આંખમાં સુરમો આંજીને કામ કરતી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી મંદિર ચોરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે.

    મંદિર ચોરીના બનાવોના ડિટેક્શન માટે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલના નેજા હેઠળ પ્રોબેશન આઇપીએસ અને એએસપી આલોક કુમાર તેમજ અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીની આગેવાનીમાં એલસીબીની વિવિધ ટીમો બનાવાઈ હતી. સંધ્યાગિરી આશ્રમમાં લાગેલા સીસીટીવી કેમેંરાના આધારે આ ટોળકી બનાસકાંઠાનું હોવાનું જણાઇ આવતા ફુટેજ અને ટોલનાકાના સીસીટીવી તેમજ વાહનોના નંબરના આધારે બનાસકાંઠામાંથી આ તસ્કરોને ઝડપી લેવાયા છે.

    આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આ 38 દોષિતોને થઇ ફાંસીની સજા, જોઇ લો યાદી

    જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ધામણવા ગામના રમતુભાઈ અરજણભાઈ ખેર, રંગપુર ગામના સમંદરખાન ચાંદખાન પઠાણ તેમજ રીંછડી ગામના અને હાલે સાંગનદી પાસે રહેતા કલ્પેશ પ્રકાશભાઈ ભટની ધરપકડ કરી તેઓના કબ્જામાંથી ચોરીમાં ગયેલા તમામ આભૂષણો અને ગુનાકામે વપરાયેલ વાહનો સહિત 3.57 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38 આરોપીને ફાંસીની સજા, 11 આરોપીને જીવે ત્યાં સુધી કેદ
    " isDesktop="true" id="1180876" >

    એએસપી આલોક કુમારે જણાવ્યું કે, મોટાભાગના કિસ્સામાં મંદિર ચોરીની ઘટના અનડીટેકટ રહી જાય છે પણ અમારી પાસે સીસીટીવી ફૂટેજ હોવાથી આરોપીઓ સુધી પહોંચી શક્યા છીએ હજી 3 શખ્સો વોન્ટેડ છે જેઓને પકડવાના બાકી છે. ધર્મસ્થાનો અને દુકાનમાં કેમેંરા લગાવવા માટે અપીલ કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन