Home /News /kutchh-saurastra /

પૂર્વ MLAના ભત્રીજાની અશ્લીલ ક્લિપ ઉતારી 10 કરોડની ખંડણી માંગનારી મહિલાની ધરપકડ

પૂર્વ MLAના ભત્રીજાની અશ્લીલ ક્લિપ ઉતારી 10 કરોડની ખંડણી માંગનારી મહિલાની ધરપકડ

    કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ભત્રીજાની અશ્લીલ ક્લિપિંગ બનાવી 10 કરોડની ખંડણી માંગનારી મહિલાની એસપીજી ડિવિઝને વાપીથી ધરપકડ કરી છે. મહિલાએ પોતાના પતિ સાથે મળીને સુનિલ ભાનુશાલી પાસેથી રૂ. 10 કરોડની ખંડણી માંગી હતી, એટલું જ નહીં બંનેએ રૂ. 55 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. મહિલાની ધમકી વધતા આ અંગે સુનિલ ભાનુશાલીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

    વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની આપી હતી ધમકી

    પોલીસે ધરપકડ કરેલી મહિલાનું નામ મનીષા ગોસ્વામી છે. મનીષાએ પોતાના પતિ સાથે મળીને કચ્છના પૂર્વ ધારાસભ્ય અને બીજીપીના ઉપપ્રમુખ જયંતિભાઈ ભાનુસાલીના ભત્રીજા સુનિલ ભાનુસાલી પાસેથી રૂ. 10 કરોડની ખંડણી માંગી હતી. કચ્છની અબડાસામાં રહેતી મનીષા ગોસ્વામી અને તેના પતિએ સુનિલ ભાનુશાલીની અશ્લીલ વીડિઓ ક્લિપિંગ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.

    છ વર્ષ પહેલાં અબડાસામાં જમીનના કામકાજ દરમિયાન સુનિલ અને મનીષા પરિચયમાં આવ્યા હતા. તો પાંચ મહિના પહેલા મનીષાએ સુનિલને શાહીબાગ કચ્છી ભવન બોલાવ્યો હતો અને રૂમમા સ્પ્રે છાંટીને બેભાન કરી દીધો હતો. બાદમાં એક યુવતી સાથે કઢંગી હાલતમાં વીડિયો ક્લિપિંગ ઉતારી લીધી હતી. આ વીડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને બંનેએ પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

    આરોપી મહિલા મનીષા ગોસ્વામી


    ધમકીઓ વધતા આપી ફરિયાદ

    ફેબુઆરીમાં મનીષા ગોસ્વામીએ 10 કરોડની ખડંણી માંગી ત્યારે સુનિલે પોતાના કાકા જયંતીભાઈને જાણ કરી હતી. આથી મનીષાએ જયંતીભાઈને પણ 11 દિવસમા 10 કરોડ આપવામાં નહીં આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકી સંદર્ભે સુનિલે 30 લાખ રોકડા અને 25 લાખનો ચેક ખંડણીની રકમ તરીકે આપ્યો હતો. રૂ. 55 લાખની ખંડણી આપ્યા બાદ પણ મનીષા અને તેના સાગરીતોની ધમકી વધતા અંતે સમગ્ર મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

    આ કેસમાં નરોડા પોલીસે કચ્છના ગોસ્વામી દપંતી સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં તમામ આરોપી ફરાર હતા પરંતુ એસીપીજી ડિવિઝનને માહિતી મળી હતી કે આરોપી મનીષા વાપીમાં પોતાના ઘરે છે. એસપીજીએ તપાસ કરતા મનીષા ઘરેથી મળી આવી હતી.

    પોલીસે શું કહ્યું?

    ગત 11 એપ્રિલના રોજ સુનીલ ભાનુશાલીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ સંદર્ભે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ કેસમાં ફરિયાદીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યો હતો. - એન.કે. ડાભી, પીએસઆઈ, નરોડા પોલીસ સ્ટેશન

    સ્ટોરીઃ નવિન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BLACKMAIL, Clipping, Jayanti Bhanushali, Kutch, Manisha Goswami

    આગામી સમાચાર