પીએમ મોદીની સુરક્ષા માટે અભેદ કિલ્લેબંધી, કેટલા જવાનો જોડાશે જાણો

VINOD LEUVA
Updated: May 21, 2017, 2:04 PM IST
પીએમ મોદીની સુરક્ષા માટે અભેદ કિલ્લેબંધી, કેટલા જવાનો જોડાશે જાણો
કચ્છમાં નર્મદાનીરના અવતરણ અને કંડલા પોર્ટના વિકાસકામોના લોકાપર્ણ માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાને રાખીને અભેદકિલ્લે બંધી ઉભી કરાઈ રહી છે. રાજય સરકારના આદેશ સાથે એક ડીજી સહિતના ઉચ્ચાધિકારીઓ કાફલો બંદોબ્સમતમાં જોડાયો છે.
VINOD LEUVA
Updated: May 21, 2017, 2:04 PM IST
એક ડીજી, ચાર આઈજી, 18 એસપી ખેડપગે,  3900 જવાનો- અધિકારીઓ પણ જોડાશે,    એસપીજી, એસઆરપીના જવાનો સતત આપશે સુરક્ષા


કચ્છમાં નર્મદાનીરના અવતરણ અને કંડલા પોર્ટના વિકાસકામોના લોકાપર્ણ માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાને રાખીને અભેદકિલ્લે બંધી ઉભી કરાઈ રહી છે. રાજય સરકારના આદેશ સાથે એક ડીજી સહિતના ઉચ્ચાધિકારીઓ કાફલો બંદોબ્સમતમાં જોડાયો છે.કચ્છના ભચાઉ, ગાંધીધામ અને કંડલાની મુલાકાતે આવતા નરેન્દ્ર મોદી તમામ મળીને સાત જગ્યાએથી આવ- જાવ કરશે. તેમના આગમનથી કરી છેવટ સુધી સુચારૂ આયોજન સાથે વડાપ્રધાનની સુરક્ષા માટે પણ સતત કવાયત કરાઈ રહી છે. કચ્છ પોલીસના પુર્વ- અને પચ્છિમ એમ બન્ને વિભાગોમાં સતત કાર્યવાહી આયોજન અને વિવિધ સંકલન કરાઈ રહયુંં છે.

રાજય સરકારના આદેશથી  એડિશનલ ડિજી વી. એમ. પારગી સમગ્ર બંદોબસ્ત પર નજર રાખી રહયા છે. તેમના સંકલન સાથે કચ્છ બોર્ડર રેન્જ આઈજી એ. કે. જાડેજા સહિત કુલ્લ ચાર આઈજી, 18 એસપી, 39 ડીવાયએસપી અને 3900થી વધુ જવાનોનો કાફલો સતત સુરક્ષામાંજોડાઈ રહયો છે.  350 મહિલા પોલીસ જવાનો. એસઆરપી મહિલા પોલીસની કુમક સહિત એસપીજી કમાન્ડોથી ચાર અને એસઆરપીની સાત બટાલિયન આ સમગ્ર સુરક્ષા ચ્રકને અભેદ બનાવશે.  જોકે આ ઉપરાંત  ચેતક કમાન્ડો પણ દરેક તરફ ચાંપતી નજર રાખશે.

 
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर