વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. લખપત ગુરૂદ્વારા (PM Modi to Address Gurudwara Lakhoat Sahib) સાહિબમાં ગુરૂનાનક દેવજીના ગુરૂપર્વ (GuruParva Celebration in Gurudwara Lakhpat Sahib) સમારોહમાં સંબોધન કર્યુ હતું. ગુરૂનાનક દેવજી તેમના પ્રવાસ દરમિયાન લખપતમાં રોકાયા હતા. તેમની કેટલીક પવિત્ર વસ્તુઓ ગુરુદ્વારા લખપત સાહિબમાં રાખવામાં આવી છે જેના કારણે આ ગુરૂદ્વારા શીખ સમુદાયમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે.
1. વડાપ્રધાન મોદીની શીખ સંપ્રદાયમાં શ્રદ્ધા : પીએમઓએ માહિતી આપી, '2001ના ભૂકંપ દરમિયાન ગુરુદ્વારાને નુકસાન થયું હતું. નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે ગુરુદ્વારાના સમારકામનું કામ વિલંબ કર્યા વિના શરૂ કરવાની ખાતરી આપી હતી. આ પહેલ વડા પ્રધાનની શીખ સંપ્રદાયમાં ઊંડી શ્રદ્ધા દર્શાવે છે.
2. 2001 બાદ ગુરૂદ્વારાની સેવા કરવાનો લાભ મળ્યો હતો
પીએમ મોદીએ જણાવ્યું કે મને 2001 બાદ લખપત સાહિબ ગુરૂદ્વારાની સેવા કરવાનો અસર મળ્યો હતો. ભૂકંપમાં આ ગુરૂદ્વારાની દીવાલને માઠી અસર પહોંચી હતી ત્યારે દેશના કારીગરો દ્વારા પ્રાચીન શૈલીથી દિવાલ પર ગુરૂવાણી અંકિત કરવામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી આવ્યા પછી પણ મને નિરંતર મને મારા ગુરૂઓની સેવા કરવાનો અવસર મળ્યો છે.
3. શીખ ગુરૂઓના સન્માનમાં સરકાર
2016-17માં ગુરૂ ગોવિંદસિંહના પ્રકાશવર્ષના 50 વર્ષનો ઉત્સવ હતો આપણે દેશમાં હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. વર્ષ 2019-20માં ગુરૂનાનક દેવજીના 550માં પ્રકાશવર્ષની ઉજવણીમાં ભારત સરકાર લાગી હતી. વર્ષોથી જે કરતારપુર કોરિડોરનો પ્રશ્ન હતો તે અમારી સરકારે ખુલ્યો હતો. વર્ષ 2021માં આપણે ગુરૂ તેગબહાદરૂના પ્રકાશવર્ષ ઉજવી રહ્યા છે.
4. અફઘાનિસ્તાનથી ગુરૂગ્રંથ સાહેબ લાવવામાં સફળતા મળી
અફઘાનિસ્તાનથી આપણે ગુરૂકૃપાથી ગુરૂગ્રંથ સાહેબને લાવવામાં સફળ રહ્યા હતા. અમેરિકાએ ભારતને 150થી વધુ ભારતની ઐતિહાસિક અમાનત સુપ્રત કરી છે. આ ઐતિહાસિક વસ્તુઓ આપણે પરત લાવવામાં સફળ રહ્યા છે. જેમાં એક નાની તલવાર છે અને તેમાં ફારસીમાં ગુરૂ ગોવિંદસિંહજીનું નામ લખેલું છે.
5. જામનગરમાં જીજી હૉસ્પિટલ
મને યાદ છે જામનગરમાં બે વર્ષમાં 700 બેડની આધુનિક હૉસ્પિટલ છે તે ગુરૂગોવિંદસિંહજીના નામે છે. ગુજરાત માટે કાયમ ગૌરવની વાત રહી છે. મોકમસિંહજીની સ્મૃતિમાં તેમની સ્મૃતિમાં બેટદ્વારકા ગુરૂદ્વારા બની રહ્યો છે. ગુજરાત સરકારે લખપત સાહેબ ગુરૂદ્વારા અને બેટ દ્વારાકા ગુરૂદ્વારાના નિર્માણમાં સહયોગ કરી રહ્યા છે. ગુરૂ નાનકજીએ કહ્યું છે 'ગુરૂના પ્રકાશથી જ ઈશ્વરની પ્રાપ્તી થાય છે. આપણા શીખ ગુરૂઓએ ભારતીય સમાજને આ જ પ્રકાશથી ભરવાનું કામ કર્યુ છે.
6. શીખ સંપ્રદાયના તમામ ગુરૂઓનું યોગદાન સમાજ અને આધ્યાત્મ પુરતું સીમિત નથી
આપણા દેશમાં ગુરૂનાનકજીએ અવતાર લીધો હતો. તમામ વિડંબમણાઓ વચ્ચે ગુરૂનાનકજીએ પોતાની ચેતના પ્રસરાવી, જ્યારે દેશ જાતપાતના નામે લડી રહ્યો હતો ત્યારે ગુરૂનાનકજીએ કહ્યું હતું કે તમામ લોકોમાં ભગવાનના પ્રકાશને જુઓ તેને ઓળખો. જાતિથી લોકોની ઓળખાણ નથી થતી. જીવન યાત્રામાં કોઈની જાતિ નથી હોતી. શીખ સંપ્રદાયના તમામ ગુરૂઓનું યોગદાન સમાજ અને આધ્યાત્મ પુરતું સીમિત નથી. આપણો દેશ, આપણા દેશની આસ્થા અને અખંડતા માટે પણ છે અને તેમાં શીખ ગૂરૂઓની તપસ્યા છે.
7. વિદેશી આક્રાંતાઓ સામે શીખ ગુરૂઓએ અવાજ ઉઠાવ્યો હતો
વિદેશી આક્રાંતાઓ તલવારના જોરે ભારતની સત્તા હાસલ કરવા નીકળ્યા હતા ત્યારે ગુરૂ નાનકદેવજીએ કહ્યું હતું પાપ અને અધર્માની તલવાર લઈ બાબર આવ્યો છે. એ સમયે એટલો અત્યાચાર હતો લોકોમાં ચિત્કાર મચ્યો હતો. માટે ગુરૂનાનકજી સાથે આવેલા ગુરૂઓએ દેશ માટે પ્રાણની બાજી લગાવાવમાં પણ પીછે હઠ કરી નહોતી. ગુરૂતેગ બહાદુરજીનું જીવન માનવતા અને રાષ્ટ્ર માટે સમર્પિત હતું. તેમનું જીવન ભારતની આત્માના દર્શન કરાવે છે. ગુરૂ ગોવિંદસિંહ સાહેબનું જીવન પણ વીરતાનું ઉદાહરણ છે. રાષઅટ્ર માટે, રાષ્ટ્રના મૂળ વિચારો માટે ગુરૂઓએ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું હતું.
8.દેશની અખંડિતા ન તૂટે તે જોવું આપણી જવાબદારી઼
આપણા ગુરૂઓએ જે બાબતો માટે પોતાની જિંદગી ન્યોચ્છાવર કરી દીધી તેને ટકાવી રાખવાનું આપણું કામ છે. આપણી જવાબદારી છે કે આપણા ગુરૂઓ આપેલી શીખ આપણી અખંડિતતા ન તૂટે તે જોવાનું કામ આપણું છે.
9. ભુજ અને પશ્ચિમ કચ્છથી ખદીર વિસ્તારમાં જવાનો લાભ મળશે
પીએમ મોદીએ ભુજથી બની રહેલા નવા રસ્તા વિશે કહ્યું હતું કે પહેલાં ધોળાવીરા ખદીર બેટ જવા માટે ભચાઉ ફરીને જવું પડતું હતું પરંતુ આ નવો રસ્તો બની જવાથી કચ્છના લોકોને અને પ્રવાસીઓને પણ ખૂબ સરળતા રહેશે. પીએમ મોદીએ જણાવ્યું કે ખાવડામાં રિન્યુએબલ પાર્કનું નિર્માણ ઝડપથી થઈ રહ્યુ છે. પહેલાં ભુજથી ધોળાવીરા જવા માટે ખૂબ ફરવું પડતું હતું પરંતુ હવે વચ્ચેથી રસ્તો નીકળી રહ્યો છે. હવે આ તમામ સ્થળો પર આવનજાવન સહેલું બનશે.
10. કચ્છ જે રીતે પ્રગતિ કરી રહ્યુ છે જોઈ અટલજી ખરેખર સંતુષ્ટ હશે
કચ્છ માટે અટલજીને વિશેષ પ્રેમ હતો. ભૂકંપ બાદ અટલજી એ ભૂકંપ બાદ ખભાથી ખભો મેળવી અને કચ્છ સાથે કામ કર્યુ હતું આજે અટલજી જ્યાં હશે ત્યાં કચ્છનો વિકાસ જોઈને ખરેખર સંતુષ્ટ હશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર