મેહૂલ સોલંકી, કચ્છ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. લખપત ગુરૂદ્વારા (PM Modi to Address Gurudwara Lakhoat Sahib) સાહિબમાં ગુરૂનાનક દેવજીના ગુરૂપર્વ (GuruParva Celebration in Gurudwara Lakhpat Sahib) સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel to Join Celebration) રૂબરૂ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન આશરે બપોરે 2.30 વાગ્યાની આસપાસ થશે. ગુજરાતના શીખ સમાજ દ્વારા 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુરૂદ્વારા લખપત સાબિબમાં ગુરૂ નાનકદેવના ગુરૂપર્વની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2021ના રોજ બપોરે લગભગ 12.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના કચ્છ સ્થિત ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનક દેવજીના ગુરુપૂરબ સમારોહને સંબોધિત કરશે. ગુરૂનાનક દેવજી તેમના પ્રવાસ દરમિયાન લખપતમાં રોકાયા હતા. તેમની કેટલીક પવિત્ર વસ્તુઓ ગુરુદ્વારા લખપત સાહિબમાં રાખવામાં આવી છે જેના કારણે આ ગુરૂદ્વારા શીખ સમુદાયમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે.
પીએમઓએ માહિતી આપી, '2001ના ભૂકંપ દરમિયાન ગુરુદ્વારાને નુકસાન થયું હતું. નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે ગુરુદ્વારાના સમારકામનું કામ વિલંબ કર્યા વિના શરૂ કરવાની ખાતરી આપી હતી. આ પહેલ વડા પ્રધાનની શીખ સંપ્રદાયમાં ઊંડી શ્રદ્ધા દર્શાવે છે.
તેમની શ્રદ્ધા અન્ય તાજેતરના પ્રસંગોમાં પણ પ્રતિબિંબિત થઈ હતી, જેમ કે ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ, ગુરુ ગોવિંદ સિંઘજીનું 350મું પ્રકાશ પર્વ અને ગુરુ તેગ બહાદુરનું 400મું પ્રકાશ પર્વ.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો કચ્છ સાથે જૂનો નાતો છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કચ્છની ધૂરા હાથમાં લીધી હતી અને કચ્છને ભૂકંપમાંથી બેઠું કર્યુ હતું. તેમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ પણ જગજાહેર છે. રણઉત્સવથી લઈને કચ્છને નર્મદાના નીર પહોંચાડવાના અનેકવિધ કામો કર્યા છે. કચ્છમાં ગુરૂદ્વારાના સમારોહમાં શામેલ થઈને પીએમ મોદી આજે આ પ્રકાશના પર્વની ઉજવણીમાં પોતાનો સંદેશો આપશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર