Home /News /kutchh-saurastra /કેન્યામાં વસતા કચ્છીઓને PMનું સંબોધન, ભારત આફ્રિકામાં નવી 18 એમ્બેસી ખોલશે

કેન્યામાં વસતા કચ્છીઓને PMનું સંબોધન, ભારત આફ્રિકામાં નવી 18 એમ્બેસી ખોલશે

આજે પીએમ મોદીએ કેન્યાના નૈરોબીમાં વસતા કચ્છીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્યાના નૈરોબીમાં રહેતા કચ્છી લેઉવા પટેલોને સંબોધ્યા જેમાં મોટી સંખ્યામાં કેન્યામાં રહેતા ગુજરાતીઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ નૈરોબીમાં વસતા કચ્છીઓને સંબોધતા કહ્યું કે, કેન્યાને આઝાદી અપાવવામાં અનેક ભારતીયોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. કેન્યાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલોએ ખુબ મોટું યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કચ્છીઓને કેન્યામાં ગુજરાતની પરંપરા જાળવી રાખવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં બાજપની સરકાર આવ્યા બાદ કચ્છના લોકોની પાણીની સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. કચ્છને નર્મદાનું પાણી મળી રહ્યું છે. અમારી સરકાર દ્વારા કચ્છને પ્રવાસન સ્થળ તરીકે પણ ખુબ વિકસીત કરવામાં આવ્યું છે. કચ્છનું નામ પૂરા વિશ્વમાં હવે ખ્યાતી પામ્યુ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હજુ પણ સરકાર કચ્છનો ખુબ વિકાસ કરવા જઈ રહ્યું છે. કચ્છના અખાતમાં સરકાર રો-રો ફેરી શરૂ કરવાનું વિચારી રહી છે. કચ્છના અખાતમાં રો-રો ફેરી શરૂ કરવાથી કચ્છ અને જામનગર વચ્ચેનું અંતર ઘટી જશે.

પીએમ મોદીએ નેરોબીમાં વસતા કચ્છી લોકોને ભારત આવવાનું આમંત્રણ આપતા કહ્યું કે, હું આફ્રિકામાં રહેતા તમામ ભારતીયોને કચ્છ આવવા આમંત્રણ પાઠવું છું, જે લોકોએ કચ્છનો રણોત્સવ ન જોયો હોય તે લોકોએ કચ્છનો રણોત્સવ એક વખત જરૂર જોવો જોઈએ. અહીં આવી બારતીય સંસ્કૃતિને સમજવાનો આ શ્રેષ્ઠ મોકો રહેશે, પીએમ મોદીએ કહ્યું કે, 2019માં અલ્હાબાદમાં કુંભ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, દર 12 વર્ષે કુંભ મેળો યોજાતો હોય છે. અને એજ સમયે કચ્છમાં રણોત્સવ પણ યોજાશે જેથી ભારતની સંસ્કૃતીની જાંખી જોવાનો અને સમજવાનો આ સુંદર મોકો છે. જેથી આફ્રિકામાં રહેતા તમામ ભારતીયોએ જરૂરથી ભારત આવી કુંભ મેળાનો અને કચ્છના રણોત્સવનો લાભ લેવો જોઈએ.

પીએમ મોદીએ આફ્રિકા રહેતા કચ્છીઓને સંબોધતા જાહેરાત કરી કે, ભારત અહીં રહેતા ભારતીયો માટે આફ્રિકામાં નવી 18 એમ્બેસી ખોલશે, જેથી વીઝા મેળવવામાં કોઈ તકલીફ ન રહે. આફ્રિકામાં નવી એમ્બેસી શરૂ થવાથી ભારત અને આફ્રિકાના સંબંધોમાં પણ ઘણો સુધાર આવશે.
First published:

Tags: Kenya, PM Modi speech, ગુજરાતી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन