રવિવારની સાંજે દસ વર્ષ પછી આકાશમાં જોવા મળશે planetsનો સુંદર મેળાવડો
રવિવારની સાંજે દસ વર્ષ પછી આકાશમાં જોવા મળશે planetsનો સુંદર મેળાવડો
ચંદ્રની તસવીર
kutch news: આશરે દસ વર્ષ બાદ આકાશમાં શુક્ર, શનિ અને ગુરુ ચંદ્રની પાસે દેખાશે તે ઉપરાંત ટેલિસ્કોપ (Telescope) વડે નેપ્ચ્યુન, યુરેનસ અને પ્લુટો પણ દેખાશે
kutch news: રવિવારની રાત્રે ખગોળ પ્રેમીઓ (Astro lovers) તેમજ અન્ય લોકો માટે આકાશમાં એક સુંદર નજારો જોવા મળશે. સાંજથી જ શુક્ર શનિ અને ગુરુ, આ ત્રણ ગ્રહો અને ચંદ્ર (Three planets and the moon) આસપાસ દેખાતા 10 વર્ષ પછી આ સુંદર નજારો માણવા મળશે.
રવિવારે સાંજે સૂર્યાસ્ત સમયથી જ આકાશમાં પશ્ચિમ દિશામાં શુક્ર, શનિ અને ગુરુ, ચંદ્ર સાથે મેળાવડો કરવા ભેગા થયા હોય તેમ એક સાથે દેખાશે. આ સુંદર નજારો દરેક દેશમાંથી જોવા મળશે જેના કારણે આખા વિશ્વના ખગોળ પ્રેમીઓ તેમજ સ્કાય વોચર્સ ને આ નયનરમ્ય દ્રશ્ય જોવાની મોકો મળશે.
સૂરજના આથમ્યા બાદ આકાશમાં પશ્ચિમી દિશામાં શુક્ર, શનિ અને ગુરુ એક સમાંતર લીટીમાં જોવા મળશે. સૌથી નીચે સૌથી વધુ પ્રકાશ આપનાર શુક્ર જેને અંગ્રેજીમાં વિનસ કહે છે, તેના ઉપર શનિ એટલે કે સેટર્ન અને તેના ઉપર ગુરુ એટલે કે જ્યુપિટર દેખાશે. આ ત્રણેય ગ્રહો સમાંતર લીટીમાં દેખાશે અને તેમની થોડી ઉપર ચંદ્ર પણ દેખાશે. આ નજારો નરી આંખે કોઈ સાધન વગર જોઈ શકાશે જેથી ખગોળ પ્રેમીઓ અને સ્કાય વોચર્સ સિવાય અન્ય લોકો પણ આ નજારો માણવાની તક ઉપાડી શકશે.
આ સિવાય યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો પણ આ જમાવડામાં શામેલ હશે પણ પૃથ્વીથી તેમનો અંતર ઘણો વધારે હોતાં નરી આંખે જોઈ શકાશે નહીં. તેમને જોવા ટેલિસ્કોપની અનિવાર્ય રહેશે. એટલે બુધ અને મંગળ સિવાયના સર્વે ગ્રહો આકાશમાં જોઈ શકાશે. આ ગ્રહો સૂર્યાસ્ત સમયથી જ જોઈ શકાશે અને 8.30 વાગ્યાથી અસ્ત થવાનું શરૂ થશે જ્યારે બાદ 1 વાગ્યે ચંદ્રના આથમવા સુધી આ સુંદર નજારો જીવંત રહેશે.
કચ્છના જાણીતા ખગોળવિદ અને સ્ટારગેઝિંગ ઇન્ડિયાના સંસ્થાપક નરેન્દ્ર ગોરે News18 સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ નજારો આશરે દસ વર્ષ પછી જોવા મળશે. "આટલા વર્ષો બાદ આ સુંદર નજારો ખગોળ પ્રેમીઓ સાથે સામાન્ય લોકોએ પણ કોઈ જાતની અંધશ્રદ્ધા વગર માણવું જોઈએ," નરેન્દ્રભાઈએ કહ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર