Home /News /kutchh-saurastra /

કચ્છઃ તાલિમ માટે ઉડાન ભર્યા બાદ એરફોર્સનું વિમાન ક્રેશ, પાયલટનું મોત

કચ્છઃ તાલિમ માટે ઉડાન ભર્યા બાદ એરફોર્સનું વિમાન ક્રેશ, પાયલટનું મોત

પ્લેન ક્રેશ થઈને એક ખેતરમાં પડ્યું હતું

    કચ્છના મુંદ્રાના બેરાજામાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. પ્લેન ક્રેશમાં પાયલટ એર કોમોડોર સંજય ચૌહાણનું મોત થયું છે. આ ઉપરાંત પ્લેન ક્રેશને કારણે 10થી વધારે પશુઓના પણ મોત થયા છે. તપાસ બાદ વિમાનનું બ્લેકબોક્ષ મળી આવ્યું છે.

    ક્રેશ થયેલું પ્લેન ઇન્ડિયન એરફોર્સનું જગુઆર વિમાન હતું. વિમાને નિયમિત્ત તાલિમના ભાગરૂપે વહેલી સવારે જામનગર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી. વિમાન ક્રેશના સમાચાર મળતા જ મુદ્રા પોલીસ તેમજ એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણની તપાસ  કરવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ કરાયા છે.

    બે કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરાયો

    વહેલી સવારે પ્લેન ક્રેશ થયાની જાણ થયા બાદ સ્થાનિકો આ અંગેની જાણ પોલીસને કરી હતી.  આ ઘટનાને રેન્જ આઈજીએ પણ સમર્થન આપ્યું હતું. શરૂઆતમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે અકસ્માત બાદ પાયલટ પેરાશૂટથી સલામત બહાર નીકળી ગયો હતો પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે અકસ્માતમાં તેમનું મોત થઈ ચુક્યું છે.  જે જગ્યાએ અકસ્માત થયો છે તેની આસપાસના બે કિલોમીટર સુધીના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અકસ્માત  બાદ બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પ્લેનનો કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો છે.

    ખેતરમાં પડેલો પ્લેનનો કાટમાળ


    પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી


    કાટમાળ ખેતરમાં નજરે પડી રહ્યો છે




    પાયલટ પેરાશૂટથી બહાર કૂદી ગયાના અહેવાલ મળી રહ્યા છે


    પ્લેન ક્રેશને કારણે પાંચ જેટલા પશુઓનાં મોત થયા છે
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Kutch, PLANE CRASH

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन