પેટ્રોલમાં લીટરે 2.16, ડિઝલમાં 2.10 રૂપિયાનો ભાવ ઘટાડો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 16, 2017, 9:50 AM IST

વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. જેનો ગઇકાલે રાતથી જ અમલ થઇ ચુક્યો છે. પેટ્રોલના લીટરદીઠ 2.16 અને ડિઝલમાં રૂપિયા 2.10નો ઘટાડો કરાયો છે. જે ગઇકાલે મધરાતથી લાગુ કરી દેવાયો છે. ઓઇલ કંપનીઓએ જણાવ્યું હતું કે તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડા તેમ જ ડોલર સામે રૃપિયો મજબૂત બનતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઓઈલ કંપનીની આ જાહેરાત બાદ દિલ્હીમાં પેટ્રોલની લીટરની કિંમત 68.09 હતી તે ઘટીને  65.32 રૂપિયા થઈ ગઈ છે. ડીઝલનું મૂલ્ય ઘટીને 54.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે તેનો પહેલાનો ભાવ 57.35 રૂપિયા પ્રતિ લીટર હતું.
First published: May 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर