કચ્છ: કચ્છના છેવાડાના લોકોને ઇન્ટરનેટના માધ્યમ સાથે જોડવામાં આવે તે મુજબનું અભિયાન હાથ ધરાશે તેવું કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. કચ્છના બે દિવસીય પ્રવાસ દરમ્યાન ભુજ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં દેવુસિંહે માહિતી આપી હતી.
ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા લાસ્ટ માઈલ કનેક્ટિવિટી મુદ્દે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય યોજાયું હતું. આ તકે વકતવ્ય આપતાં કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજના યુગમાં કનેકટીવીટીનું ખુબજ મહત્વ છે. આધુનિક યુગમાં ઈન્ટરનેટનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે.
રાજ્યમંત્રીએજણાવ્યું હતું કે કચ્છના છેવાડાના લોકોને ઇન્ટરનેટના માધ્યમથી જોડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં અનેક અધિકારીઓ, પ્રતિનિધિઓને જોડવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા પર ધ્યાન આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 5G ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્રઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કચ્છની વિવિધ માગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, હવાઇ, રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર