Home /News /kutchh-saurastra /

Kutch: ઉત્તરાયણની સાંજે કચ્છના લોકો નરી આંખે નિહાળી શકશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

Kutch: ઉત્તરાયણની સાંજે કચ્છના લોકો નરી આંખે નિહાળી શકશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરતું અંતરિક્ષમાં માનવીઓનું ઘર એવું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉત્તરાયણની સાંજે કચ્છમાંથી જોઈ શકાશે

    કચ્છ: ઉત્તરાયણની સાંજે કચ્છના લોકો માટે એક અનોખો અવકાશી નજારો જોવાની તક ઊભી થઈ છે. શુક્રવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં કચ્છમાં લોકો આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાનો લહાવો લઈ શકશે. અંતરિક્ષ અને તેને લગતી અવકાશી ચીજો સામાન્ય લોકોના દૈનિક જીવનથી દૂર રહેતી હોતાં તેના વિશે જાણવું એક તેને માનવું એક રહસ્ય ઉકેલવા જેવું આનંદમય હોય છે. આવા જ એક અવકાશી પ્રસંગ માણવાનો લ્હાવો કચ્છના લોકો ઉત્તરાયણની સાંજે લઈ શકે છે.

    ઉત્તરાયણની સાંજે 7.32 થી 7.36 વાગ્યા સુધી આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નારી આંખે લોકો જોઈ શકશે. દક્ષિણ-પશ્ચિમી દિશામાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં ઈશાન ખૂણા તરફ જતા સ્પેસ સ્ટેશનનું તેજ -3.9 મેગ્નીટ્યુડ હોતાં લોકોને આકાશમાં એક વિશેષ ચમક ધરાવતા તારાની જેમ જોવા મળશે તેવું કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 24 કલાક પૃથ્વીનું ભ્રમણ કરતું હોય છે અને એક દિવસમાં 16 વખત પૃથ્વીનું ભ્રમણ કરે છે. સ્પેશ શટલ તેનો માર્ગ સતત બદલતો રહેતો હોવાથી એકના એક સ્થળ ઉપરથી બીજી વખત પસાર થતા ઘણો સમય લાગે છે. ગત ડિસેમ્બર મહિના સુધીમાં આ સ્પેસ સ્ટેશને 1,31,440 વખત પૃથ્વીનું ભ્રમણ કરેલું છે.

    "સામાન્યપણે દિવસના ભાગે ભારત પરથી પસાર થતું હોતાં લોકોને આ સ્પેસ સ્ટેશન જોવાનો અવસર મળતું નથી. આ સ્પેસ સ્ટેશન દેખાવાની ઘટના સામાન્ય છે પણ ઉત્તરાયણ હોતાં ઘણા લોકો સાંજના સમયે પોતાના ઘરની છત પર હોતાં આ ઘટના માણવાનો લ્હાવો લઈ શકે છે," તેવું ભારતીય જન વિજ્ઞાન જાથાના પ્રદેશ ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું હતું.

    આ પણ વાંચો: મહેસાણા : 16 વર્ષીય ખેલાડી તશનિમ મીર વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની

    ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગત સોમવારથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ સમગ્ર ગુજરાતમાંથી લોકો જોઈ શકે છે. ઉત્તરાયણની સાંજે પણ કચ્છ સિવાય રાજકોટમાં 7.35 વાગ્યે મધ્ય આકાશમાં, અમદાવાદમાં 7.36 વાગ્યે તેમજ વડોદરા, સુરત, હિંમતનગર, ઉપરાંત રાજયના લોકો નરી આંખે ચાર મિનિટ સુધી સ્પેશ શટલ જોઈ શકશે.

    આ પણ વાંચો: માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

    ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ ધરાવતું આ સ્પેસ સ્ટેશન સાડા ચાર લાખ કિલોગ્રામ વજન ધરાવે છે અને પ્રતિ કલાક 28,800 કિલોમીટરની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લે છે. 419 ટન વજન ધરાવતા સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ ઝીરો ગ્રેવીટી અને તાપમાનમાં 200 ડિગ્રીના તફાવત વચ્ચે રહે છે તેવું ભારતીય જન વિજ્ઞાન જાથા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સ્પેસ સ્ટેશનમાં હાલ સાત યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે અને પૃથ્વી પર પરત ફર્યા બાદ આ અવકાશયાત્રીઓને 6 મહિના સુધી આઇસોલેશનમાં રાખવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: International Space Station, Kutch, Uttarayan 2022

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन