ભૂજઃ લેઉઆ પટેલ સ્કૂલમાં દલિત બાળકોને પ્રવેશની મનાઇ, નોંધાઇ ફરિયાદ

News18 Gujarati
Updated: June 30, 2018, 11:40 AM IST
ભૂજઃ લેઉઆ પટેલ સ્કૂલમાં દલિત બાળકોને પ્રવેશની મનાઇ, નોંધાઇ ફરિયાદ

  • Share this:
કોડકી ગામમાં ટ્રસ્ટ સંચાલિત લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યા મંદિરમાં અનુ.જાતિના બાળકોને પ્રવેશ નહીં આપવાની ફરિયાદ થઇ છે. ફરિયાદ પ્રમાણે કેટલાક અનુ.જાતિના વાલીઓ સ્કૂલમાં લોઅર કેજી અને ધોરણ 1માં પ્રવેશ માટે ગયા હતા, પરંતુ અહીં માત્ર લેઉઆ પટેલ જ્ઞાતિના જ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, આથી તમને પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહી કાઢી મૂકવામાં આવ્યા હતા. લાલજી હિરાણી શાળાએ દલિતોના સંતાનોને એડમીશન ના આપતાં ના છૂટકે ગામથી 6 કિલોમીટર દૂર માનકુવા ખાતે પોતાના બાળકોને શિક્ષણ મેળવવા માટે મોકલવા પડે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે જ્યારે સમગ્ર ઘટના અંગે સ્કૂલના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મનજી ગોપાલદાસે જણાવ્યું કે ગામમાં બે સરકારી સ્કૂલો છે, તેઓ ત્યાં કેમ નથી જતાં પ્રવેશ માટે, અમે સરકારી એક પણ રૂપિયો ગ્રાંટમાં લેતા નથી. આ સ્કૂલ દાત્તાઓ તરફથી ચાલે છે. આથી તેઓની સૂચના પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે. અમે સ્કૂલમાં માત્ર લેઉઆ પટેલ જ્ઞાતિના જ બાળકોને પ્રવેશ આપીએ છીએ. જો કે ધોરણ 1માં તમામ બાળકોને અમે પ્રવેશ આપીએ છીએ.

સમગ્ર મુદ્દે પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ફરિયાદ આવી હતી. જે બાદ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી, જો કે નોટિસ બાદ પણ સ્કૂલને અવળચંડાઇને ધ્યાને રાખી ડીપીઈઓએ 5 સભ્યોની તપાસ સમિતિ રચી હતી. અને સમિતિના રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર પાસે એકાદ અઠવાડિયા પહેલા કોડકી ગામના મહેશ્વરી કરસન અને મહેશ્વરી પ્રવિણે લેખિત ફરિયાદ કરી હતી, જેમાં જણાવાયું હતું કે, કોડકી ગામની ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળા દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને અનુસૂચિત જાતિના બાળકોને પ્રાથમિક ધોરણમાં પ્રવેશ અપાતો નથી, જેથી છેક માનકુવા ગામમાં બાળકોને ભણવા મોકલવા પડે છે. જે બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેમાં સંતોષકારક ખુલાસો મળ્યો ન હતો, જેથી શાળા સંચાલકોને આધાર પુરાવા અને દફતર લઈને સોમવારે રૂબરૂ સુનાવણી માટે બોલાવ્યા હતા. એ દરમિયાન ડીપીઈઓ અને ડીઈઓની કચેરીના કર્મચારીઓની 5 સભ્યોની તપાસ ટીમ રચી હતી. કમિટીના રિપોર્ટ બાદ ફરિયાદમાં ખરાઈ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે ફરિયાદ મળ્યા બાદ કારણદર્શક નોટિસ આપ્યાનું અને સંતોષકારક ખુલાસો ન જણાતા સોમવારે સુનાવણી માટે બોલાવ્યાની વાતને સમર્થન આપતા ઉમેર્યું હતું કે, ખરાઈ માટે તપાસ સમિતિ પણ રચી છે. જેના રિપોર્ટ ઉપરથી પણ કાર્યવાહી કરવામાં આવશે.
First published: June 30, 2018, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading