કોંગ્રેસે ભરતી બંધ કરી,ભાજપ સરકાર આવતા જ બેરોજગારોને નોકરી આપીઃનીતિન પટેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 7:05 PM IST
કોંગ્રેસે ભરતી બંધ કરી,ભાજપ સરકાર આવતા જ બેરોજગારોને નોકરી આપીઃનીતિન પટેલ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજય સરકાર ધ્વારા પંચાયત વિભાગના પંચાયત સેવાની વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.જો કે આ પંસગે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ તથા મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કોગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે રાજયમાં ખૂબ બે રોજગારી હોવાનો દાવા કરતા કોગ્રેસને અમારો જવાબ છે કે ગુજરાતમાં રોજગારી આપવામાં ગુજરાત સરકાર સૌથી અગ્રેસર છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 7:05 PM IST
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજય સરકાર ધ્વારા પંચાયત વિભાગના પંચાયત સેવાની વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.જો કે આ પંસગે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ તથા મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કોગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે રાજયમાં ખૂબ બે રોજગારી હોવાનો દાવા કરતા કોગ્રેસને અમારો જવાબ છે કે ગુજરાતમાં રોજગારી આપવામાં ગુજરાત સરકાર સૌથી અગ્રેસર છે.

gujrat gaun

33 જીલ્લાઓ ખાતે જીલ્લા પંચાયતસેવા પંસદગી સમિતિના પાંચ સંવર્ગોમાં 1568851ઉમેદવારોમાંથી કુલ 839617 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. સોમવારે રાજય સરકારે પંચાયત સેવાની જુદી જુદી જગ્યાઓ માટે અંદાજીત 9 હજાર કરતા વધુ ઉમેદવારોને કોલ લેટર આપ્યા હતા. તો બીજી તરફ પંસદગી પામેલા ઉમેદવારનો પણ પોતાની પસંદગી થતા તેનામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉમેદવારોને નિમણૂક પત્ર આપતી વખતે રાજયના પંચાયત મંત્રીએ જંયતિ કવાડિયાએ દાવો કર્યો હતો. પંચાયતની ભરતી પ્રકિયા પારદર્શક રહી હતી. અને જો આ ભરતીમાં કોઇપણ જગ્યાએ ગેરરિતિ થઇ હોય તો જાહેર જીવન છોડીને ફરી વખત ભરતી પ્રકિયા કરવામાં આવે તો બીજી બાજુ નાયબ મુખ્ય પ્રધાને પણ પોતાના પ્રવચન દરમ્યાન કોગ્રેસ સરકારના ભુતકાળના મુખ્યપ્રધાનના નામ સાથે કોગ્રેસ પક્ષ પર પ્રહાર કરીને કોગ્રેસના શાસનમાં સરકારી નોકરી પર 10 વર્ષ સુધીનો કાપ મુકવામાં આવ્યો હતો.પરતુ મોદી સરકારના શાસનનો પ્રાંરભ થતાની સાથે સરકારી નોકરીની કામગીરી શરુ કરવામાં આવી અને રાજય સરકારે તો ભરતી પ્રકિયા માટે વાર્ષિક કેલેન્ડરનુ પણ આયોજન કર્યુ છે. જેથી આ વર્ષે સમગ્ર રાજયમાં જુદા જુદા વિભાગની ભરતી માટે કુલ 67 હજાર ઉમદેવારોની પંસદગી કરવામાં આવનારી છે. તો બીજી બાજુ મુખ્ય પ્રધાને પણ કોગ્રેસ પર પ્રહાર આકરા પ્રહાર કર્યા હતા. અને તમામ ઉમેદવારોને શુભેચ્છા આપીને ખંતથી કામ કરવાની વાત કરી હતી.
First published: April 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर