કચ્છઃ પાકિસ્તાનના મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટથી 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. આમ પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું.
વધુ મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની ટીમ આવી પહોંચી હતી. અને માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતના માછીમારોને પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાતના માછીમારોમાં ફરી ફફડાટ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું છે. 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે જ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું.
આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી
આ પણ વાંચોઃ-પ્રેમિકાને મળીને પરત ફરતા પ્રેમીને રાતના અંધારામાં ગામ લોકોએ પકડ્યો, નીકળ્યો પોલીસકર્મી પછી થઈ જોવાજેવી
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્ર ક્ષેત્રની 8 બોટો અને 48 માછીમારોને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ પણ સતર્ક થયું છે.જ્યારે અપહ્યત માછીમારોના પરિવાર જનોને આ મામાલાની જાણ થતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. ત્યારે નાપાક ઈરાદાઓના કારણે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.