કાશ્મીરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનનું ષડયંત્ર, કચ્છના સરક્રીક વિસ્તારમાં કમાન્ડો તૈનાત

News18 Gujarati
Updated: August 21, 2019, 8:41 PM IST
કાશ્મીરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનનું ષડયંત્ર, કચ્છના સરક્રીક વિસ્તારમાં કમાન્ડો તૈનાત
પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનના ઇકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યો છે. સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ગુજરાતના સરક્રીક વિસ્તારમાં એસએસજી કમાન્ડો તૈનાત કર્યો છે. પાકિસ્તાનના ઇકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યો છે. સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે.

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સેનાની હરકતના પગલે ભારતીય સેના પણ હરકતમાં આવી ગઇ છે. અને આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સરક્રિક વિસ્તારમાં અવાનર નવાર શંકાસ્પદ પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તામાં આવેલી ભાજપ સરકાર દ્વારા કાશ્મીર ઉપર લગાવેલી વર્ષો જૂની કલમ 370 હટાવી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-હું ભજનનો માણસ છું, મને ભજનિક રહેવા દો : હેમંત ચૌહાણ

ભારત સરકારના આ પગલાંના કારણે પાકિસ્તાનના વડાપ્રધામ ડરેલા છે. અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ મુદ્દાને ઉછાળવા માટે બેબાકળા બન્યા છે. અને ભારત સામે સીધી બાંયો ચડાવી લીધી છે.
First published: August 21, 2019, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading