Home /News /kutchh-saurastra /

Kutch: ભુજના ચિત્રકારની કૃતિઓ કાશી વિશ્વનાથ મંદિરમાં મઢાવાયા

Kutch: ભુજના ચિત્રકારની કૃતિઓ કાશી વિશ્વનાથ મંદિરમાં મઢાવાયા

નવીનભાઈ

નવીનભાઈ દ્વારા બનાવેલ ચિત્ર

હાલમાં જ શુભારંભ કરાયેલ કાશી વિશ્વનાથ મંદિર કોરીડોરમાં ભુજના ચિત્રકાર નવીન સોનીના ચિત્રો પરથી કોતરણ કામ કરવામાં આવ્યા

    કચ્છ:  હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું શુભારંભ કરવામાં આવ્યું હતું. રૂ. 339 કરોડના ખર્ચે બનેલા આ કોરીડોરમાં જાત જાતની વિશેષતાઓ છે, જેમાંથી એક છે તેની દિવાલો પર કરેલ કોતરણી કામ. હિન્દુ ધર્મના ગ્રંથોમાં વર્ણવેલ વાતો આ મંદિરની દિવાલો પર કોતરવામાં આવી છે. મંદિરની આ વિશેષતાનો કચ્છ સાથે સીધો સંબંધ છે.

    કચ્છના મુખ્યમથક ભુજના જાણીતા ચિત્રકાર નવીન સોની દ્વારા કરાયેલ ચિત્રોને કોતરકામ વડે મંદિરની દીવાલો પર મઢાવાયું. મંદિરના શિલ્પકાર વિરેન્દ્રભાઈ સોમપુરા દ્વારા નવીનભાઈને કાશી મંદિરમાં પ્રદર્શિત કરવા ખાસ ચિત્રો બનાવવા કહેલું હતું. ભગવાન શિવના જીવન પ્રસંગોને વર્ણવતા ચિત્રો બનાવવાનું કામ નવીનભાઈને અપાયું હતું. આ કામ માટે નવીનભાઈ દ્વારા શિવ પુરાણ અને કાલિદાસના શ્લોકોમાંથી જ્ઞાન લઈ તેની કલ્પના કરી શબ્દોને કેનવાસ પર ઉતારવામાં આવ્યું.

    નવીનભાઈના ચિત્રો કાશી મોકલવામાં આવ્યા અને તેના પરથી ક્લે મોડલ બન્યા. તે ક્લે મોડલ પરથી મંદિરની દિવાલો પર કોતરણ કરી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ કાશી વિશ્વનાથ ધામ સાથે કચ્છનો એક અનોખો સંબંધ બંધાયો છે. ઉલ્લેખનીય છે કે નવીનભાઈ સોની છેલ્લા અનેક વર્ષોથી પ્રખ્યાત મંદિરોના નિર્માણમાં પોતાની કલાકૃતિનું યોગદાન આપે છે. 36 રાગ અને રાગિણીના ચિત્રો સૌપ્રથમ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે છે.

    આ પણ વાંચો: અમદાવાદના King બનવાના સપના જોતા માથાભારે રોહિત ઠાકોર ઝડપાયો, શું હતો પ્લાન?

    અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર માટે મોટું દાન આપનાર લોકોને પણ રામ જન્મભૂમિ ટ્રસ્ત દ્વારા નવીનભાઈના ચિત્રો ભેટ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ભુજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર અને ભૂજોડીના વંદે માતરમ્ મેમોરિયલમાં પણ તેમની કલાકૃતિઓનું યોગદાન છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kashi Vishwanath temple, Kutch news, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन