Home /News /kutchh-saurastra /Kutch news: દૂધના પોષણક્ષમ ભાવના અભાવે લખપતના એકમાત્ર લાલ પાઘડી રબારી પરિવારની હાલત કફોડી

Kutch news: દૂધના પોષણક્ષમ ભાવના અભાવે લખપતના એકમાત્ર લાલ પાઘડી રબારી પરિવારની હાલત કફોડી

X
કચ્છના

કચ્છના લોકો

kutch news: કચ્છના લખપત તાલુકાના (Lakhpat taluka) એકમાત્ર લાલ પાઘડી રબારી સમાજના પરિવારને પણ મોંઘવારીની (Inflation) માર હવે તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.

કચ્છ જિલ્લો (Kutch District) અનેક સમાજો (Kutchi communities) માટે સદીઓથી પોતાનું વતન છે. અનેક કોમના અનેક માલધારી સમાજ (Maaldhari Communities) પોતાના પશુધન (Kutch animals) સાથે અહીં પોતાની અનેક પેઢીઓને મોટા કર્યા છે. પણ સમયના વહેણ મુજબ હવે કચ્છના અમુક વિસ્તારોમાં પશુધન સાથે રહેતા માલધારી પરિવારો એવી મુશ્કેલીઓમાં મુકાયા છે કે તે વિસ્તારમાં પોતાનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બની જાય છે. કચ્છના લખપત તાલુકાના (Lakhpat taluka) એકમાત્ર લાલ પાઘડી રબારી સમાજના પરિવારને પણ મોંઘવારીની (Inflation) માર હવે તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.

લાલ પાઘડી રબારી સમાજ કચ્છનું એક એવું માલધારી સમાજ છે જેને હવે માત્ર આંગળીઓ વડે લેખી શકાય તેટલા પરિવારો બચ્યા છે. આ સમાજ અનેક પેઢીઓથી પશુપાલન સાથે સંકળાયેલ છે અને ગાયોનું ઉછેર કરે છે.

લખપત તાલુકામાં હવે ફક્ત કૈયારી ગામે એક લાલ પાઘડી રબારી પરિવાર રહે છે. જિલ્લાભરના પશુપાલકો દૂધના પોષણક્ષમ ભાવ માટે માંગ કરી રહ્યા છે ત્યારે નાનું એવું આ પરિવાર પણ દૂધના યોગ્ય ભાવના અભાવે અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. એક સમયે પાંચ થી છ હજાર ગાયોની સંભાળ રાખતા આ પરિવાર પાસે હવે ફક્ત 2.5 હજાર ગાયો બચી છે.

તાલુકામાં વરસાદના અભાવે ઘાસનું ઉત્પાદન ઘણું ઓછું થયું છે ત્યારે ગાયોને ખાવા ઘાસની અછત થઈ રહી છે. ખોડ અને ભૂસાના ભાવમાં પણ વધારો થતાં પોતાની ગાયોનું ખોરાક પૂરું પાડવા આ પરિવારને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?

પરિવારના મોભી રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગાયોને ખવડવવા માટે પૂરતો ઘાસચારો નથી ત્યારે દૂધના ભાવ જો માલધારીઓને નહીં મળે તો આ પશુઓ વધારે સમય આ વિસ્તારમાં પોતાનું જીવન નિર્વાહ નહીં કરી શકે.

આ પણ વાંચોઃ-Crime news: મહિલા કંડક્ટરના હાથને સ્પર્શ, બીભત્સ માંગણી કરતો, STના આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ સામે ફરિયાદ

ઉલ્લેખનીય છે કે આ વર્ષે લખપત તાલુકામાં સૌથી ઓછું વરસાદ વરસ્યું છે ત્યારે વરસાદના અભાવે અનેક પરિવારો લખપતથી નખત્રાણા અને અન્ય તાલુકાઓમાં સ્થળાંતર થયા હતા. જો જિલ્લાના પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નહીં મળે તો માલધારીઓની મુશ્કેલીમાં વધારો થશે અને આ લાલ પાઘડી રબારી પરિવારને પણ કદાચ લખપતથી સ્થળાંતર થવું પડશે.
First published:

Tags: Gujarati news, Kutch news