Home /News /kutchh-saurastra /કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

પકડાયેલા ત્રણ શિકારી

નલિયા ઉત્તર રેન્જ દ્વારા ગૃપ પેટ્રોલિંગ દરમિયાન જંગલ વિસ્તારમાં થેલા સાથે ફરી રહેલી શિકારી ત્રિપુટી ઝડપાઈ હતી.

મેહુલ સોલંકી, ભુજઃ કચ્છમાં અબડાસા પેટાચૂંટણીના (Abadasa by poll) ધમધમાટ વચ્ચે વનવિભાગે (Forest Department) અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી 21 મૃત સાંઢા (Sandha) (Spiny Tailed Lizard) સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીને (Hunter) ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે માણસ પૈસા કમાવા માટે વિકૃતીની તમામ હદો પાર કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છમાંથી બહાર આવી રહ્યું છે. પૈસા રળવા માટે કચ્છમાં કેટલાકા માફિયાઓ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે. અલગ અલગ માન્યતાઓ હેઠળ સાંઢાના તેલની (Sandha oil) ખૂબ ડિમાન્ડ હોવાથી તેમનો શિકાર થઈ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

21 સાંઢાની કમર તોડી મારી નંખાઈ હતી
મળતી માહિતી પ્રમાણે નલિયા ઉત્તર રેન્જ (Naliya North Range) દ્વારા ગૃપ પેટ્રોલિંગ દરમિયાન જંગલ વિસ્તારમાં (Forest area) થેલા સાથે ફરી રહેલી શિકારી ત્રિપુટી ઝડપાઈ હતી. વનતંત્રની ટીમે થેલો તપાસતાં તેમાંથી 21 સાંઢા મળી આવ્યાં છે. મોટાભાગના સાંઢાની કમર તોડી નાખી હોઈ તે મૃતપ્રાયઃ થઈ ગયેલાં છે.

મહિલા સહિત 3 શિકારીઓ ઝડપાયા
સાંઢાનો શિકાર કરતા ઝડપાયેલાં આરોપીઓમાં રમેશી મીઠુ કોલી, રવજી મામદ કોલી અને લક્ષ્મીબેન કરસન કોલીનો સમાવેશ થાય છે. ત્રણેય નલિયાના મફતનગરના રહીશ છે.સાંઢાનું તેલ વા અને વાજીકરણમાં વપરાય છે. આ કેસમાં આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમને રીમાન્ડ પર લઈ સઘન પૂછતાછ કરાશે.

આ પણ વાંચોઃ-દારૂ ઘૂસાડવાના બૂટલેગરોના નવા પ્લાન ઉપર પોલીસે ફેરવ્યું પાણી, દૂધના ટેન્કરમાંથી 135 પેટી વિદેશી દારુ પકડાયો

કચ્છમાં જોવા મળે છે
કચ્છમાં સાંઢા તરીકે ઓળખાતું આ જીવ ગરોળી પ્રકારનું હોય છે. તે એગામીડ ગરોળીની એક પ્રજાતિ છે અને મુખ્યત્વે કચ્છ અને થરના રણમાં જોવા મળે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લામાં અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ દેખાય છે.

આ પણ વાંચોઃ-સુરતના ઉદ્યોગપતિ કઢીવાલા દંપતિને પીકનીક બાદ દમણથી દારુની બોટલો ખરીદવી ભારે પડી, દારૂ હેરાફેરીના ગુનામાં થયા અંદર

સાંઢા સંરક્ષિત સરીસૃપ છે, શિકાર માટે 7 વર્ષની જેલ અને રૂ.25,000નો દંડની જોગવાઈ
વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સાંઢા વનકાયદાની અનુસૂચિ એકમાં આવતું સંરક્ષિત સરીસૃપ વર્ગનો જીવ છે. તેનો શિકાર કરવા બદલ 7 વર્ષની જેલ અને 25 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢ! સગા મામાના દીકરાએ નાસ્તાની લાલચ આપી 9 વર્ષની બહેન સાથે આચર્યું દુષ્કર્મ, આવી રીતે ફૂટ્યો ભાંડો

ફેબ્રુઆરીમાં સાંઢાના 250-300 જેટલા ખોદાયેલા દર મળ્યા
ઉલ્લેખનીય છે કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 250-300 જેટલા ખોદાયેલા દર મળ્યા સાંઢાના શિકારને બનીના મેદાનમાં કરવામાં આવ્યો હોવાનો વીડિયો દાવો કરે છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રત્યેક દરની બહાર છાણના પોદડાં મૂકવામાં આવ્યા છે જેથી શિકાર થઈ ગયો હોવાની નિશાની તરીકે તેને ઓળખી શકાય. આ શંકાસ્પદ ખોદકામ સાંઢાઓનાં શિકારની ચાડી ખાય છે.જાતીય આવેગ વધારતો હોવાની માન્યતા
સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ સાંઢામાંથી કાઢવામાં આવતી ચરબી થકી જાતીય આવેગ વધી શકે છે. મુખ્યત્વે શિકારીઓ દ્વારા તેને કારણે જ શિકાર કરવામાં આવે છે. કચ્છમાં સામાન્ય રીતે ઘોરાડ પક્ષી તેનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. ન્યૂઝ18ગુજરાતી આવી કોઈ માન્યતાને પ્રોત્સાહિત કરતું નથી.
First published:

Tags: કચ્છ