કચ્છ : ISI સાથે સંપર્ક રાખવાના આરોપમાં એજન્ટ ઝડપાયો, બેવાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો ઘટસ્ફોટ

News18 Gujarati
Updated: August 31, 2020, 1:27 PM IST
કચ્છ : ISI સાથે સંપર્ક રાખવાના આરોપમાં એજન્ટ ઝડપાયો, બેવાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) દ્નારા દિલ્હી-યૂપીથી લઈને ગુજરાત સુધીના કનેક્શન શોધવાની તપાસમાં. આરોપી રજાક પર દેશની સુરક્ષા સાથે જોડાયેલી માહિતીઓ પાકિસ્તાની એજન્ટને પહોંચાડવાનો આરોપ

  • Share this:
શંકર આનંદ, નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ રાજ્યના કચ્છમાં (kUTCH)માં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમણે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ (ISI) સાથે જોડાયેલા એક ભારતીય એજન્ટની ધરપકડ કરી છે. NIA દ્વારા પાછલા ઘણાં દિવસોથી આ કેસની કડીઓ જોડવામાં આવી રહી ચે. પ્રાપ્ત અહેવાલો મુજબ NIA દ્વારા કચ્છના રજાક કુંભારની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં 28મી ઑગસ્ટના રોજ એનઆઈએની ટીમે ગુજરાતના (GUJARAT)ના પશ્ચિમ કચ્છ સ્થિત રજાક (rajak kumbahr) ભાઈના ઘર સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેની પાસેથી અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને જાણકારીઓ મળી આવી હતી.

NIAના અધિકારીઓના જણાવ્યા મુજબ રજાક કુંભાર કચ્છના મુંદ્રા ડૉકયાર્ડમાં સુપરવાઇઝર પદ પર નોકરી કરે છે. આ દરમિયાન તે આઈએસઆઈના સંપર્કમાં આવ્યો હોવાનો આરોપ છે. રજાકે મુંદ્રા ડૉકયાર્ડ સહિત ભારતીય સેનાના હથિયારો, મૂવમેન્ટ અને ક્યાં ક્યાં કયા કયા હથિયાર તેમજ સમુદ્રમાં તહેનાત જહાજો વગેરેની જાણકારી પાકિસ્તાની એજન્ટને આપી હોવાનો આરોપ છે.

આ પણ વાંચો :  India-China Clash: પૂર્વ લદાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફરી થયું ઘર્ષણ

બે વાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો આરોપ

આ ઉપરાંત NIAને એવી માહિતી પણ મળી હતી કે આરોપી રજાક તાજેતરમાં જ લૉકડાઉનની વચ્ચે ગુપ્ત રીતે બે વાર પાકિસ્તાન જઈ આવ્યો હતો. પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન રજાકે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનો સંપર્ક સાધ્યો હોવાનો આરોપ છે. આ ઉપરાંત કેટલીક સંવેદનશીલ માહિતીઓ પણ આપી હતી. આ તમામ આરોપો હેઠળ રજાકની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફટકાર્યો 1 રૂપિયાનો દંડ, ન ચૂકવતાં થશે 3 મહિનાની જેલયૂપીના આરોપીની ધરપકડથી રજાકનો ભાંડો ફૂટ્યો

આરોપી રજાક અંગે NIAને મોહમ્મદ રાશિદ નામના યૂપીના ચંદોલી જિલ્લાના એક આરોપીએ માહિતી આપી હતી. આ વર્ષ જાન્યુઆરીમાં NIAએ રાશિદ સામે કેસ કરી તેની ધરપકડ કરી હતી. જોકે, તેના વિશે પ્રથમ માહિતી યૂપી એટીએસને મળી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઈએ દ્વારા રાશિદની ધરપકડ બાદ પણ કેસ બંધ કરવામાં આવ્યો ન્હોતો. તેની સાથે જોડાયેલા કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. રાશિદે દેશના અનેક મહત્ત્વપૂર્ણ ભાગની તસવીરો ISI સાથે શેર કરી હતી. આ તપાસમાં રાજસ્થાનના અજમેર, મુંબઈમાં રાશિદ સાથે જોડાયેલા કેટલાંક લોકોની તપાસ શરૂ થઈ રહી છે.
Published by: Jay Mishra
First published: August 31, 2020, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading