Home /News /kutchh-saurastra /

કચ્છ: પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનાં પહેલા દિવસે જ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કચ્છ: પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનાં પહેલા દિવસે જ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

શાળામાં

શાળામાં વિધાર્થીઓ

Kutch News : અચાનક આવેલા પરિપત્રથી શાળાઓ દ્વારા સોમવારથી સંમતિ પત્રક ની કામગીરી શરૂ કરાતા પ્રથમ દિવસે જ જિલ્લાની લગભગ શાળાઓમાં વિદ્યાર્થીઓ 

    કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉન સમયેથી દેશભરમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. ધીમી ગતિએ હવે ફરી શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર પ્રમાણે સોમવારથી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની અનુમતિ મળી હતી. પણ રજાના દિવસોમાં આવેલા આ પરિપત્રના કારણે શાળાઓ દ્વારા અગાઉથી કોઇ તૈયારી કરવામાં આવી ન હતી અને સોમવારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સહમતિ પત્ર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે કારણે કચ્છ જિલ્લાની લગભગ શાળાઓમાં ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.
    Published by:devendra sharma
    First published:

    Tags: Covid, Kutch news, Local News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन