Home /News /kutchh-saurastra /

8.8 ડિગ્રી સાથે નલિયા રાજયનું સૌથી ઠંડું મથક: જાણો કેમ નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાય છે

8.8 ડિગ્રી સાથે નલિયા રાજયનું સૌથી ઠંડું મથક: જાણો કેમ નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાય છે

Naliya

Naliya

ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ નલિયાનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું છે 8.8 ડિગ્રી સાથે રહ્યો સૌથી ઠંડો મથક

    કચ્છ:  નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ જેમ એક શીત લહેર જિલ્લામાં ફરી વળતી હોય તેમ ઠંડીની શરૂઆત થાય છે. આ વર્ષે પણ રણપ્રદેશ કચ્છમાં સામાન્ય કરતા થોડી વધારે ઠંડી જોવા મળી રહી છે સાથે જ કચ્છનું નલિયા રાજયનું સૌથી ઠંડું મથક બન્યો છે. બુધવારે રાત્રે 8.8 ડિગ્રી સાથે નલિયામાં આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ આ ઋતુમાં પહેલી વખત નલિયાનું તાપમાન એક આંકમાં ઉતર્યો હતો.


    છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જિલ્લામાં ઠેર ઠેર વહેલી સવારે અને મોડી સાંજ બાદ લોકો ગરમ કપડા સાથે દેખાતા થયા છે. સાથે જ અનેક લોકો રસ્તાઓની બાજુમાં તાપણી કરતા દેખાઈ રહ્યા છે. આવતા છ દિવસ સુધી તાપમાન હાલના પારા ની આસપાસ જ રહેશે અને સાથે જ સાફ આકાશના કારણે વરસાદની પણ કોઈ સંભાવના નથી. પણ 15 તારીખ બાદ તાપમાનનો પારો ફરી ગગડશે અને ઠંડીમાં વધારો થશે તેવી માહિતી હવામાન અધિકારી દ્વારા આપવામાં આવી  હતી.

    હજી પણ નલિયામાં વધશે ઠંડી 

    જેમ દિવસો પસાર થશે તેમ નલિયાનું તાપમાન વધુ નીચો જશે. આ મહિનામાં જ તાપમાન ૨થી ૩ ડિગ્રી વચ્ચે જવાની સંભાવના છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ન્યુનતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયો હતો જે છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછો છે. અત્યાર સુધી સૌથી નીચા તાપમાનની વાત કરીએ 1964માં નલિયામાં ડિસેમ્બર મહિનામાં 0.6 ડિગ્રી નોંધાઈ હતી. આટલી ઠંડીમાં પાણી પણ જામી બરફ બનવાની શરૂઆત થઈ જતી હોય છે.

    આ પણ વાંચો: Photos: રાજકોટમાં 6 માસની દીકરીને છાતી સરસી ચાંપી આરોગ્ય કર્મી આપે છે Corona vaccine

    આ કારણે દર વર્ષે નલિયામાં પડે છે સૌથી વધુ ઠંડી 

    દર વર્ષે નલિયામાં સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાય છે. આનું કારણ જણાવતા કચ્છના હવામાન અધિકારી રાકેશ કુમારે News18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, કોઈપણ વિસ્તારનું તાપમાન તેની જમીન વૃક્ષો તેમજ હવામાન કચેરીની જગ્યા પર નિર્ભર કરે છે. "નલિયાની જમીન રેતાળ છે જેથી આ જમીનનું તાપમાન વધારે ઠંડુ રહે છે. ઉપરાંત નલિયામાં હવામાન વિભાગની કચેરી જે વિસ્તારમાં છે તે ખુલ્લો વિસ્તાર છે અને આસપાસ વૃક્ષોની અછતથી તાપમાન ઘણું નીચું જાય છે."
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ, નલિયા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन