Home /News /kutchh-saurastra /Cold Wave: કચ્છનું નલિયા ઠંડુગાર; છેલ્લા 11 વર્ષમાં ડિસેમ્બરમાં ત્રીજી વખત પારો 2.5 ડિગ્રી સુધી ગગડ્યો
Cold Wave: કચ્છનું નલિયા ઠંડુગાર; છેલ્લા 11 વર્ષમાં ડિસેમ્બરમાં ત્રીજી વખત પારો 2.5 ડિગ્રી સુધી ગગડ્યો
તાપણી કરતા લોકો
Cold Wave in Gujarati: રાજ્યના સૌથી ઠંડા મથકમાં ગત રાત્રે 2.5 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું હતું જે છેલ્લા વર્ષનાં ડિસેમ્બર મહિનાના સૌથી નીચા તાપમાનની બરાબ
સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવની (Kutch Cold wave) આગાહી અનુસાર હાથ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પારો દિવસે દિવસ ગગડી રહ્યો છે અને સિવિયર કોલ્ડ વેવના (weather Update) કારણે લોકો ઠરી રહ્યા છે. ગત રાત્રે રાજ્યના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી પહોંચતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયો છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કચ્છ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરાયા બાદ જિલ્લામાં બર્ફીલા પવન ફૂંકાઇ રહ્યા છે. દિવસના ભાગમાં તડકો હોવા છતાં પણ બર્ફીલા પવન સૂસવાટા બોલાવે છે. સાંજ બાદ સામાન્યપણે તાપણી કરતા લોકો હાલ ભ રતડકે પણ તાપણી તપાવી પોતાના શરીરને ગરમ કરી રહ્યા છે.
કચ્છના અબડાસા તાલુકાનું નલિયા શિયાળા ઋતુમાં રાજ્યમાં સૌથી ઠંડું પ્રદેશ બને છે. તારીખ 17 અને 18 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે નલિયામાં 2.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં સૌથી નીચું તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું હતું જે છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચું હતું. કોલ્ડ વેવની આગાહીના એક દિવસ બાદ જ નલિયામાં 3.8 ડિગ્રી નોંધાઇ હતી. ત્યારબાદ એક દિવસ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ પારો 5.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને તેના બીજા જ દિવસે 2.5 ડિગ્રી સુધી પડ્યો હતો.
જિલ્લા મથક ભુજમાં પણ 15 અને 16 તારીખ વચ્ચેની રાત્રે લઘુતમ 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે બીજા બે દિવસ સુધી 10 ડિગ્રી પર અટક્યું હતું. કચ્છના કંડલામાં પણ બે દિવસ પહેલાં તાપમાન 10.8 ડિગ્રી નોંધાયો હતો જે બીજા દિવસે વધીને 11.3 ડિગ્રી થયું હતું અને ગત રાત્રે 12.5 ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે ગત રાત્રે નલિયામાં છેલ્લા 11 વર્ષનો ડિસેમ્બર મહિનાનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હજુ ડિસેમ્બર પૂરો થવાને હજુ લગભગ અડધો મહિનો બાકી છે ત્યારે આ કોલ્ડ વેવ યથાવત રહેશે તો આ વર્ષે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તૂટશે.