Home /News /kutchh-saurastra /

નખત્રાણાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થી Corona પોઝિટિવ; કચ્છમાં અચાનક કેસ વધતા ફફડાટ

નખત્રાણાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થી Corona પોઝિટિવ; કચ્છમાં અચાનક કેસ વધતા ફફડાટ

કચ્છમાં કોરોના વાયરસના કેસના ટેસ્ટિંગમાં શાળાનો વિદ્યાર્થી પોઝિટિવ

શાળામાં ગઈકાલે કરાયેલા કોરોના ટેસ્ટમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થી પોઝિટિવ; વિથોણમાં પણ બે પોઝિટિવ

    હજુ 2 અઠવાડિયા પણ નથી થયા કે કચ્છના (Kutch) લોકો અને તંત્ર જિલ્લાના કોરોના ફ્રી (Coronavirus) હોવાની વાતે ખુશી મનાવી રહ્યા હતા કે છેલ્લા ૪ દિવસથી સતત નવા કેસ આવી થયા છે. પ્રથમ બે દિવસે એક એક કેસ બાદ ગઈ કાલે એક સાથે બે કેસ આવતા લોકોમાં કોરોનાને લઈને ફરી વાતો થવા લાગી છે. આજે નખત્રાણાની કે.વી. હાઇસ્કુલના (Nakhatrana KV High School) એક વિદ્યાર્થીનું કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા બે દિવસથી ધોરણ ૯ થી ૧૨ના ૫૬૩ વિદ્યાર્થીઓનું આર.ટી.પી.સી.આર. કોરોના ટેસ્ટ ચાલી રહ્યું હતું. દરમ્યાન ગઈ કાલના કરાયેલા ટેસ્ટમાંથી આજે શાળાના ધોરણ ૧૧ સાયન્સના એક વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યું હતું.

    એક વિદ્યાર્થીનું કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા બાકીના વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી અને આખી શાળાને સેનીટાઈઝ કરાયું હતું. મળતી માહિતી મુજબ વિથોણ ગામમાં પણ આજે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એક તરફ રાજ્ય સરકાર ધોરણ ૯ થી ૧૨ બાદ હવે ધોરણ ૬ થી ૮ની શાળાઓ શરૂ કરવા જઈ રહી છે ત્યારે આ નવા કેસનો આવવો વાલીઓને ચિંતામાં મૂકશે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ નવા કેસ આવવા પાછળ ત્રીજી લહેરની આવવાની તૈયારી છે તેવી વાતો પણ લોકો વચ્ચે થઈ રહી છે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી કોરોના ધીમે ધીમે ઓછું થતાં એકદમ શૂન્ય થઇ ગયો હતો અને એકાએક ચાર દિવસમાં વિવિધ જગ્યાઓએ કેસ આવતા આ એક ચિંતાનો વિષય છે.

    કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ લોકો તો જાણે કોરોનાને ભૂલી જ ગયા છે. સમગ્ર જિલ્લામાં ક્યાંય માસ્ક કે સેનીટાઇઝરનો ઉપયોગ થતો જ નથી. સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ નો ક્યાંય અમલ થતો નથી. લગ્ન અને અંતિમવિધિમાં પણ પરવાનગીથી વધારે લોકો ભાગ લઈ રહ્યા છે. તંત્રની આ બધે નિયમભંગ તરફ આંખ આડા કાન કરી રહી છે. લોકોએ પણ સમજવું પડશે કે આ બધી બેદરકારીનો ભોગ આખરે જનતા ને જ બનવું પડશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, Covid 19 vaccines, Kutch, School

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन