Home /News /kutchh-saurastra /

Kutch White Desertમાં આવતા વર્ષથી હરતા-ફરતા શૌચાલય મુકવામાં આવશે

Kutch White Desertમાં આવતા વર્ષથી હરતા-ફરતા શૌચાલય મુકવામાં આવશે

સફેદ રણ

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (chief minister) નરેન્દ્ર મોદી (Narendra modi) દ્વારા શરૂ કરાયેલ રણોત્સવ (Ranotsav) થકી કચ્છ અને તેમાં પણ ખાસ ધોરડોનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયો છે.

    kutch news: કચ્છના સફેદ રણમાં (White Desert of Kutch) આવતા વર્ષથી પ્રવાસીઓ માટે હરતા-ફરતા શૌચાલય મુકવામાં આવશે. પ્રવાસીઓ માટે (Facilities for tourists) સુવિધાઓ વધારવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

    ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (chief minister) નરેન્દ્ર મોદી (Narendra modi) દ્વારા શરૂ કરાયેલ રણોત્સવ થકી કચ્છ અને તેમાં પણ ખાસ ધોરડોનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયો છે. હર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી માં યોજાતા રણોત્સવમાં દેશ દુનિયાના દરેક ખૂણેથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ત્યારે તંત્ર પણ દર વર્ષે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા તરફ પ્રયત્ન કરતી હોય છે.

    ભુજ તાલુકામાં આવેલા ધોરડો પાસેના સફેદ રણ ની મુલાકાત લેવા ભિરંડિયારા ગામ પાસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતીઓને પરમીટ મેળવવા ચેકપોસ્ટ ઉભો કરવામાં આવ્યો છે. રણ ની મુલાકાતે આવતા લોકોની તેમજ તેમના વાહનોની સામાન્ય ફી મેળવી તંત્ર આવક કરે છે તેમજ મુલાકાતીઓની વિગતો પણ સરકારી ચોપડે ચડે છે. આ પરમિટની આવકમાંથી હર વર્ષે જિલ્લા વહીવટીતંત્ર કરોડો રૂપિયાની કમાણી કરે છે.

    ગત વર્ષે કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી જે કારણે સફેદ રણની પરમીટ થકી જિલ્લા તંત્રની રૂ. 1.33 કરોડની કમાણી થઈ હતી. જોકે આ વર્ષે નવેમ્બરમાં શરૂ થયેલા રણોત્સવમાં એક મહિનામાં જ ૬૫ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હોતાં તંત્રની રૂ. 66 લાખ જેટલી કમાણી થઇ હતી. પોતાની આ આવકમાંથી જિલ્લા તંત્ર ધોરડો અને આસપાસના ગામોમાં વિકાસ કાર્યો તેમજ પ્રવાસન અને મજબૂત બનાવવાના કામોમાં વપરાશ કરે છે.

    રણોત્સવની કોર કમિટી બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર સફેદ રણના વોચ ટાવર પાસે પોર્ટેબલ ટોયલેટ એટલે કે હરતા-ફરતા શૌચાલય મુકાય તેવી રજૂઆત મૂકશે. તે ઉપરાંત વોચ ટાવર વિસ્તારમાં કચરા પેટીઓ પણ મુકવામાં આવશે. પરમીટ ચેકપોસ્ટ પરની કચેરી પણ બિસ્માર હાલતમાં હોતાં તેનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવી માહિતી નાયબ કલેકટર અને ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચાપલોતે આપી હતી.

    "છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે આ પ્રસ્તાવ મૂકવામાં વિલંબ થઈ રહ્યો હતો પણ હવે આ વર્ષથી રણોત્સવમાં ફરી પ્રવાસીઓની ભીડ વધી છે ત્યારે હવેની બેઠકમાં આ પ્રસ્તાવ મુકવામાં આવશે તેની અમલવારી આવતા રણોત્સવ પહેલાં શરૂ થઈ જશે," તેવું અતિરાગ ચાપલોતે જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે દર વર્ષે સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી છે તેવામાં વિશાળ રણમાં શૌચાલયની સુવિધા ન હોતાં પ્રવાસીઓને તકલીફ પડી રહી છે. ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા, કચરાપેટીના અભાવે કચરો રણમાં જ ફેંકતા હોય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર