Home /News /kutchh-saurastra /

કચ્છ : સાત હજારથી વધારે લોકોએ યુનિક હેલ્થ આઇડી બનાવ્યું; જાણો શું છે આ હેલ્થ આઇડી અને આ લાભ મેળવવાની રીત

કચ્છ : સાત હજારથી વધારે લોકોએ યુનિક હેલ્થ આઇડી બનાવ્યું; જાણો શું છે આ હેલ્થ આઇડી અને આ લાભ મેળવવાની રીત

લાભાર્થી

લાભાર્થી

Ayushman Bharat Yojana - યુનિક હેલ્થ આઇડી કાર્ડ અંતર્ગત લોકો પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય સમાબંધિત જાણકારી સરકારના ડિજિટલ માધ્યમ પર સાચવી શકશે

    Kutch News: જિલ્લામાં 15 દિવસમાં સાત હજારથી વધારે લોકોએ પોતાનો યુનિક હેલ્થ આઇડી કાર્ડ (Unique Health ID Card)બનાવી લીધું છે. કેન્દ્ર સરકાર (Central Government)દ્વારા શરૂ કરાયેલ આ યોજના થકી તમારા આરોગ્ય સંબંધિત રેકોર્ડ ડિજિટલ માધ્યમ પર સ્ટોર કરી શકાશે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana)અંતર્ગત ડિજિટલ હેલ્થ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ અંતર્ગત નાગરિકોના આરોગ્ય સંબંધિત રેકોર્ડ ડિજિટલ માધ્યમ પર સાચવી શકાશે.

    કચ્છમાં છેલ્લા 15 દિવસથી આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ સુધી જિલ્લામાં અંદાજે 7,600 લોકોએ હેલ્થ કાર્ડ બનાવી લીધા છે. સરકાર દ્વારા ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત પણ અનેક લાભાર્થીઓને હેલ્થ આઇડી કાર્ડ વિતરણ કરાયા હતા.

    યુનિક હેલ્થ આઇડી કાર્ડ અંતર્ગત લોકો પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય સમાબંધિત જાણકારી સરકારના ડિજિટલ માધ્યમ પર સાચવી શકશે. આ રીતે ડોકટરો પાસે જતી વખતે તબીબો ડિજિટલ માધ્યમ પર સ્ટોર કરેલો ડેટા જોઈ દર્દીની પૂર્વ આરોગ્ય જાણકારી મેળવી શકશે અને પોતે પણ દવાઓ હલથ આઇડી પર લખી શકશે. આ રીતે લોકોનું આરોગ્ય રેકોર્ડ ખોવાઈ જવાનો ડર રહેશે નહીં તેમજ તબીબી સુવિધાઓ વધુ સરળ બનશે.

    આ પણ વાંચો - કચ્છ: માવઠામાં વિરામ બાદ જિલ્લામાં ગુલાબી ઠંડીનો અનુભવ, જાણો તમારા શહેરનું તાપમાન

    લોકો પોતાની મરજી મુજબ આ હેલ્થ આઇડી બનાવી શકશે અને તેમાં પોતાની મરજી મુજબની માહિતી આપી શકશે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારે હેલ્થ આઇડી થી નાખુશ હોય તો કોઈ પણ સમયે આ આઇડી બંધ કરાવી પોતાની માહિતી ડિજિટલ માધ્યમ પરથી નષ્ટ કરી શકશે. ગોપનીયતા બાબતે પણ આ ડિજિટલ માધ્યમ ખૂબ સજ્જ છે. કોઈ પણ વ્યક્તિ અથવા ડોકટરને કોઈનો આરોગ્ય રોકડ જોવા જે તે વ્યક્તિની મંજૂરી લેવી પડશે અને ઓટીપી આપ્યા બાદ જ તે રોકોર્ડ જોઈ શકાશે.

    જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જનક કુમાર માઢકે જણાવ્યું હતું કે લોકો આયુષ્માન ભારતની વેબસાઈટ પરથી આ યુનિક હેલ્થ આઇડી કાર્ડ બનાવી શકશે તેમજ પોતાના નજીકના સરકારી દવાખાના અથવા આશા બહેનોને જાણ કરીને પણ આ સેવાનો લાભ લઈ શકશે.
    First published:

    Tags: Kutch, Kutch news, સરકાર

    આગામી સમાચાર