કચ્છમાં દુષ્કાળ: ઘાંસચારાની વધુ એક રેલવે રેક ભુજ આવી પહોંચશે

૧લી ઓકટોબરથી જ સમગ્ર કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે અને પશુપાલકો માટે રૂ. રના રાહતદરે ઘાસચારો પૂરો પાડવામાં આવે છે.

News18 Gujarati
Updated: November 15, 2018, 11:14 AM IST
કચ્છમાં દુષ્કાળ: ઘાંસચારાની વધુ એક રેલવે રેક ભુજ આવી પહોંચશે
ઘાંસચારો ભરેલી રેલ્વે રેક
News18 Gujarati
Updated: November 15, 2018, 11:14 AM IST
કચ્‍છ જિલ્‍લામાં ઘાસના પૂરવઠો જાળવી રાખવા માટે અત્‍યાર સુધીમાં કુલ ચાર રેલવે રેક મારફતે ૧૩.૬૭ લાખ કીલો ઘાસ અને ડાંગરનાં પરાળનો જથ્‍થો વલસાડથી કચ્‍છના પશુધન માટે લાવવામાં આવ્‍યો છે, ત્‍યારે આજે ગુરૂવારે પાંચમી રેલવે રેકથી ઘાસનો જથ્‍થો આવી રહ્યો છે.

જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને વધુમાં વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, કચ્‍છ માટે છઠ્ઠી રેલવે રેકમાં ઘાસના લોડીંગની કામગીરી પણ ચાલુમાં છે અને સાતમી રેલવેરેકની વહીવટી પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે, જેથી કચ્‍છ માટે ઘાસ ભરેલી વધુ બે રેલ્‍વે રેક પણ ઝડપભેર ભુજ આવી પહોંચશે. રાજય સરકાર દ્વારા ૩ કરોડ કીલો ઘાસની ફાળવણી સામે ૨.૫૩ કરોડ કીલો ઉપરાંત ઘાસનો જથ્‍થો કચ્‍છ માટે ઉપાડ કરી લેવામાં આવ્‍યો છે.”

વધુમાં અછત શાખાનાં જણાવ્‍યાનુસાર, વલસાડ જિલ્‍લામાંથી અત્‍યાર સુધીમાં રેલવે રેક અને ટ્રક મારફતે ૩૦.૪૪ લાખ કીલો પરિવહન કરાયો છે. જયારે વલસાડથી ટ્રક મારફતે અત્‍યાર સુધીમાં ૧૬.૭૭ લાખ કીલો ઘાસનો જથ્‍થો કચ્‍છમાં લાવવામાં આવ્‍યો છે.

કચ્‍છની માન્‍ય પાંજરાપોળ અને ગૌશાળાઓને ૩૮.૪૦ લાખ કીલો ઘાસનું વિતરણ કરી દેવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ૧લી ઓકટોબર, ૨૦૧૮થી રાજય સરકારના નિર્ણય અનુસાર ઢોરદીઠ રૂ.૨૫/- પ્રતિદિન લેખે સબસીડી પેટે રૂ. ૬.૩૪ કરોડની ગ્રાંટની ફાળવણી કરાતાં કચ્‍છની ગૌશાળા-પાંજરાપોળોને ૬૦ લાખ ઉપરાંતની સબસીડી પણ ચૂકવી લેવામાં આવી છે.

૧લી ઓકટોબરથી જ સમગ્ર કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે અને પશુપાલકો માટે રૂ. રના રાહતદરે ઘાસચારો પૂરો પાડવા ઘાસડેપો ઉપરાંત રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળોને પશુદીઠ રૂ. ૨૫/- લેખે સબસીડી આપવાનો રાજય સરકારે નિર્ધાર કર્યો છે.

 
First published: November 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...