Home /News /kutchh-saurastra /

kutch news: ઉત્તરાયણ બાદ જિલ્લામાં તાપમાનમાં સહેજ વધારો પણ કડકડતી ઠંડી યથાવત

kutch news: ઉત્તરાયણ બાદ જિલ્લામાં તાપમાનમાં સહેજ વધારો પણ કડકડતી ઠંડી યથાવત

કચ્છમાં કડકડતી ઠંડી પ્રતિકાત્મક તસવીર

kutch weather news: નલિયા (Nalia), કંડલા પોર્ટ (kandala port) તેમજ કંડલા એરપોર્ટનું તાપમાન થોડું ઉપર આવ્યું હતું જ્યારે કે ભુજના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

  kutch news: ઉત્તરાયણ બાદ (uttarayan ) ભુજ સિવાય જિલ્લાભરના તાપમાનમાં (Temperature) આંશિક વધારો નોંધાયો છે પણ જો કે ઠંડીમાં કોઈ ખાસ ઘટાડો લોકોને અનુભવાયો નથી. નલિયા (Nalia), કંડલા પોર્ટ (kandala port) તેમજ કંડલા એરપોર્ટનું તાપમાન થોડું ઉપર આવ્યું હતું જ્યારે કે ભુજના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

  જિલ્લામથક ભુજમાં શુક્રવારે 9.8 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયા બાદ શનિવારે 0.2 ડીગ્રીનો સહેજ ઘટાડો આવતા ન્યુનત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું. આ સીઝનના સામાન્ય તાપમાન કરતા ભુજનો તાપમાન માત્ર 0.2 ડિગ્રી વધારે છે, જેથી કહી શકાય કે ભુજ તેના સમાન્ય તાપમાન પર જ રહે છે.

  તો બીજી તરફ કચ્છના કાશ્મીર કહેવાતા જિલ્લા તેમજ રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું ન્યુનત્તમ તાપમાન ઘણા દિવસો બાદ થોડો ઉપર ગયો છે. ગત શનિવારે એક સાથે 10 ડિગ્રી નીચો આવ્યા બાદ તાપમાન સતત ઘટી રહ્યો હતો અને ગઈકાલે શુક્રવારે 3.6 ડિગ્રી પહોંચ્યું હતું. શનિવારે આ ન્યુનત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો વધારો થતાં તાપમાન 4.2 ડિગ્રી થયો હતો.

  આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

  ઉલ્લેખનીય છે કે નલિયાનું તાપમાન હજુ પણ સામાન્ય કરતાં 5.6 ડિગ્રી નીચે છે જે હજુ પણ કોલ્ડ વેવના લક્ષણ દર્શાવે છે. જો આ જ રીતે તાપમાનમાં વધારો આવતો રહેશે તો નલિયાના લોકોને આ કડકડતી ઠંડીથી રાહત મળશે.

  કચ્છના અન્ય એક કંડલા પોર્ટ પર પણ તાપમાનમાં 1.7 ડીગ્રીનો વધારો થયો હતો. શુક્રવારે કંડલા પોર્ટ પર નોંધાયેલ 11.1 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન શનિવારે વધીને 12.8 ડિગ્રી થયું હતું. છતાંય આ આંક કંડલાના સામન્ય તાપમાન કરતા 1.5 ડિગ્રી નીચે છે.

  આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

  કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ શુક્રવારે નોંધાયેલ 8.6 ડિગ્રી બાદ વધારો જોવા મળ્યો હતો. શનિવારે એરપોર્ટ વિસ્તારના તાપમાનમાં 1.1 ડિગ્રીના વધારા સાથે તાપમાન 9.7 ડિગ્રી પહોંચ્યું હતું.

  આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

  ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં સતત વધારો નોંધાશે. હાલ ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું હોતાં અને તેની સીધી અસર ન હોતાં થોડા દિવસો સુધી ઠંડીમાં ઘટાડો નોંધાશે. જો કે ભૂમધ્ય સાગરમાં ફરી એક વખત લો પ્રેશર બાદ સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આવતા થોડા દિવસો બાદ ફરી ઉત્તર ભારતમાં બરફવર્ષા થતાં તેની અસર કચ્છમાં વર્તાશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati news, Kutch news, Weather news

  આગામી સમાચાર