Home /News /kutchh-saurastra /

Kutch News: બુધવારે જિલ્લામાં માવઠાની શક્યતા; માવઠા સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે

Kutch News: બુધવારે જિલ્લામાં માવઠાની શક્યતા; માવઠા સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે

ધુમ્મસ ભર્યું વાતાવરણ

Kutch Weather Forecast: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ ચાલુ અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે માવઠાના કારણે જિલ્લામાં ઠંડી પ

    કચ્છ : જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ અઠવાડિયામાં જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ.


    હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગ દ્વારા આ અઠવાડિયામાં ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોડાસા, અરવવલી, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છ તેમજ જામનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ બુધવારે ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં અને ગુરુવારે ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે સૌરાષ્ટ્રમાં પણ માવઠાની શક્યતા છે.


    આગાહી મુજબ સમગ્ર કચ્છમાં બુધવારે વાદળછાયું વાતાવરણ રહેશે. બુધવારે આકાશ મોટા ભાગે વાદળોથી ઘેરાયેલું રહેતા માવઠું વરસવાની પૂરી શક્યતા છે. તે ઉપરાંત મંગળવાર અને ગુરુવારે પણ હળવું વાદળછાયું વાતાવરણ રહેશે.


    માવઠાના કારણે જિલ્લામાં તાપમાનનો પારો પણ નીચો આવશે. સોમવારે સવારે જિલ્લામથક ભુજનો ન્યુનત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું, જે રોજ ઘટાડા સાથે માવઠા બાદ 10 ડિગ્રી સુધી જશે. કંડલામાં પણ સોમવારે સવારે ન્યુનત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે માવઠા બાદ અહીંનું તાપમાન 13 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. જિલ્લાના સૌથી ઠંડા મથક નલિયામાં સોમવારે સવારે ન્યુનત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન પણ દિવસાદિવસ ઘટી 10 ડિગ્રી સુધી નીચું જશે. આ સાથે જ બધે વિસ્તારોમાં રોજના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે.


    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે માવઠું પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતો પણ વાવણી કરેલા રવિ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોના રાયડા, એરંડા અને અન્ય શાકભાજીઓના વાવેતરમાં ફળ બગડવા તેમજ પાક સંપૂર્ણ નષ્ટ થવાનો પણ ડર છે.


    જિલ્લામાં માવઠા પહેલાંથી જ ઠંડીમાં વાદળો નોંધાઈ રહ્યો છે. માવઠું પડ્યા બાદ ગત અઠવાડિયાની જેમ શીત લહેર પ્રસરી શકે છે જેણે લોકોને દિવસમાં તાપણી કરવા મજબૂર કર્યા હતા.
    First published:

    Tags: Kutch news, Kutch Samachar, Local News, Unseasonal rains, Weather forecast

    આગામી સમાચાર