Home /News /kutchh-saurastra /

કચ્છ: ફરી એક વખત હીટ વેવથી કચ્છ દાઝ્યું; બુધવાર સુધી રહેશે ભયંકર ગરમીની અસર

કચ્છ: ફરી એક વખત હીટ વેવથી કચ્છ દાઝ્યું; બુધવાર સુધી રહેશે ભયંકર ગરમીની અસર

ગરમીમાં વધારો

કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં ફરી એક વખત હીટ વેવની અસર વર્તાઈ રહી છે ત્યારે કચ્છમાં બુધવાર સુધી હીટ વેવ છવાશે જે બાદ પણ તેની અસર યથાવત રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

    માર્ચ મહિનાના અંતમાં (March End) રાજ્યના હવામાનમાં (Gujarat Atmosphere) ગરમીનો પારો સતત ઉંચો ચડી (Rise in Temperature) રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, તો ફરી એક વખત હીટવેવની આગાહી (Heat Wave forecast) વચ્ચે લોકો ભયંકર લુનો (Hot Loo) સામનો પણ કરી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન 37 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. બીજી તરફ કચ્છ (Kutch Temperature) સહિતના જિલ્લાઓમાં વધુ બે દિવસ હીટ વેવની અસર વર્તાશે.

    આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં પણ ભારે ગરમીના કારણે હીટવેવ અનુભવાશે.

    રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ રાજકોટ અને ભુજ ખાતે 42 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ ખાતે 41 ડિગ્રી, ભાવનગર ખાતે 40 ડિગ્રી, કચ્છના કંડલા અને બરોડા ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો સુરત ખાતે 37 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

    કચ્છની વાત થાય તો રવિવારે જિલ્લામથક ભુજ ખાતે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું જે સોમવારે 42 ડિગ્રી સુધી પહોંચશે. કંડલા ખાતે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું જે આજે સોમવારે વધીને 39 ડિગ્રી સુધી પહોંચશે. તો સાથે જ નલિયાનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું.

    આ પણ વાંચો: હરીચરણ દાસજી મહારાજ બ્રહ્મલીન: ભક્તોએ ચોધાર આંસું સાથે કર્યા અંતિમ દર્શન

    જિલ્લામાં દિવસે ગરમીમાં સતત વધારા વચ્ચે રાત્રિ સમયે પણ ગરમીમાં વધારો થઈ રહ્યો છે જે કારણે ન્યુનત્તમ તાપમાનનો પારો પણ સતત ઉપર ચડી રહ્યો છે. કચ્છના નલિયા ખાતે ન્યુનત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું, કંડલા ખાતે 22 અને ભુજ ખાતે 24.6 ડિગ્રી પહોંચ્યું હતું.

    આ પણ વાંચો: નવસારીમાં કોંગ્રેસને ઝટકો, 200 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

    બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બુધવાર સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે. નલિયા ખાતે મંગળવાર સુધી હીટ વેવના કારણે તાપમાન 39 ડિગ્રી રહેશે જે બુધવારે વધીને 40 ડિગ્રી થશે. જ્યારે કે ભુજ ખાતે મંગળવાર સુધી હીટ વેવની અસર વર્તાશે પણ તાપમાન ગુરુવાર સુધી 41 ડિગ્રી રહેશે. તો બીજી તરફ કંડલામાં આજે સોમવારે હીટ વેવના કારણે તાપમાન 39 ડિગ્રી રહેશે જે બાદ આ અઠવાડિયા દરમ્યાન તાપમાનમાં ઉતાર ચડાવ સાથે 38 ડિગ્રીની આસપાસ રહેશે.

    હીટ વેવની અસર હોતાં નિષ્ણાંતો દ્વારા લોકોને પૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોર સમયે આવશ્યક કામ વિના બહાર નીકળવાનું ટાળવા ઉપરાંત માથાને ઢાંકવા અને શરીરને હાઇડ્રેટ રાખવા વધારે માત્રામાં પાણી પીવા સૂચન અપાયા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन