કચ્છ: મતગણતરીમાં તૈનાત સુરક્ષા જવાનોનું હેલ્થ ચેક-અપ કરાયું

કચ્છમાં ભુજ ખાતે ફરજ બજાવતા સુરક્ષા જવાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યુ હતું.

News18 Gujarati
Updated: May 19, 2019, 7:30 PM IST
કચ્છ: મતગણતરીમાં તૈનાત સુરક્ષા જવાનોનું હેલ્થ ચેક-અપ કરાયું
સુરક્ષા કર્મીઓનાં આરોગ્યની ચકાસણી
News18 Gujarati
Updated: May 19, 2019, 7:30 PM IST
ભુજ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં મતદાનથી લઇ મતગણતરી સુધી સુરક્ષા માટે તૈનાત જવાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યુ હતુ. કચ્છમાં ભુજની એન્જીનિયરિંગ કોલેજ છેલ્લાં એક માસથી કચ્છ લોકસભા મતદાર વિભાગમાં થયેલા મતદાનનું ભાવિ જેમાં સીલ થયેલું છે એવા ઇવીએમની સુરક્ષા માટે ભુજની એન્જીનિયરીંગ કોલેજ ખાતે સુરક્ષામાં તૈનાત ત્રિસ્તરીય સુરક્ષામાં રાત-દિવસ ૨૪ કલાક હિફાજત કરી રહેલા સીઆઇએસએફ, સીઆરપીએફ અને પોલીસ જવાનોનાં સ્વાસ્થ્યનું પણ વહીવટીતંત્ર દ્વારા એટલું જ ધ્યાન રખાઇ રહ્યું છે.

ઇવીએમની સુરક્ષા કાજે ખડેપગે સેવા આપી રહેલા જવાનોનું આજે એન્જીનિયરીંગ કોલેજ ખાતે સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પમાં શારીરિક સ્વાસ્થ્યની ચકાસણી સાથે જરૂરી દવાઓ પણ જવાનોને અપાઇ હતી.

રવિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને એન્જીનિયરીંગ કોલેજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ અને અદાણી ગેઇમ્સના ડોકટરોની ટીમ સાથેના મેડીકલ ચેકઅપ કેમ્પનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ, નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ, ભુજના પ્રાંત અધિકારી આર.જે.જાડેજા, ગેઇમ્સના એન.એન.ભાદરકા, નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇ, સીઆઇએસએફના કમાન્ડીંગ ઓફિસર રાજેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેડીકલ કેમ્પમાં સીઆઇએસએફ, એસઆરપી અને પોલીસ જવાનોની શારીરિક ચકાસણી માટે ઓર્થો, ઇએનટી,જનરલ સર્જન દ્વારા હાથ ધરાઇ હતી. આ મેડીકલ કેમ્પ દરમિયાન ડો. ભરત સેડાવા, ડો. મીરા થાપા, ડો. પ્રતિક્ષા જાગીરદાર, ડો. યુવરાજ, ડો. બ્રિંદા તંતી, ડો. રૂચિરા દેસાઇ, ડો. રૂસી રબારી, ડો. ક્રિષ્ના કંસારા વગેરેએ સેવાઓ આપી હતી.
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...