મનિષાએ વિવાદ બાદ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજાની અશ્લીલ સીડી બનાવી હતી

News18 Gujarati
Updated: November 11, 2019, 10:19 AM IST
મનિષાએ વિવાદ બાદ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજાની અશ્લીલ સીડી બનાવી હતી
પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.

પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : જયંતિ ભાનુશાળી (Jayanti Bhanushali) હત્યા કેસમાં પોલીસે મનીષા ગોસ્વામી (Manisha Goswami) અને સુરજીત ભાઉનાં (Surjit Bhau) 12 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. ત્યારે આ બંન્નેની ઝીણવટભરી તપાસ ચલાવી છે. મનિષાને ભાનુશાળી સાથે તબેલાનાં વિવાદમાં બદલો લેવાનાં હેતુથી જ ભાનુશાળીનાં ભત્રીજાને ફસાવીને તેની અશ્લિલ સીડી બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પણ મનિષા સાથે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી સાથેનાં સંબંધો અંગે પણ પૂછપરછ કરી રહી છે. પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.

જયંતિ ભાનુશાળીની હત્યામાં પોલીસે બે શાર્પ શૂટર, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, છબીલ પટેલ સહિતનાં મોટાભાગનાં આરોપીઓને ઝડપી લીધા છે. આ ઉપરાંત મનિષાનાં સંબંધ જયંતિ ભાનુશાળી સાથે સારા હતા તો તે એકદમ છબીલ પટેલ સાથે કેમ ભળી ગઇ આ અંગે પણ ઉંડાણમાં પૂછપરછ કરી શકે છે.

આ પણ વાંચો : ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉને અમદાવાદ લવાયા

મનીષા ગોસ્વામીનાં કહ્યાં પ્રમાણે, 2016માં 90 લાખની લોન લઈને જયંતિ ભાનુશાળી પાસેથી એક તબેલો ખરીદ્યો હતો. જેમાં ભાનુશાળી સાથે વિવાદ થતા તે ઉશ્કેરાઈ હતી. જેમાં તેણે બદલો લેવા માટે ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીને શાહીબાગના એક ગેસ્ટ હાઉસમાં છળકપટથી બોલાવ્યો હતો. તેણે ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલીને સુનિલને કેફી પીણુ પીવડાવીને અશ્લિલ વીડિયો ઉતાર્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માટે મનિષા સુનિલને બ્લેકમેઈલ કરતી હતી. બાદમાં ગભરાયેલા સુનિલે તેના કાકા જયંતિ ભાનુશાળીને વાત કરતા મનીષાને લાખો રૂપિયા આપીને મામલો પતાવ્યો હતો. તે બાદ પણ મનિષા વધારે રૂપિયાની માંગણી કરતી હતી જેથી સુનિલે મનિષા વિરુદ્ધ કેસ કર્યો હતો.

આ પણ વાંચો : જયંતિ ભાનુશાળી કેસઃ હત્યામાં વપરાયેલી બે રિવોલ્વર સ્મશાનમાંથી મળી

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ 10 મહિના સુધી ભાગતા ફરતા મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉને આર્થિક મદદ કોણે પહોંચાડતુ હતું તે અંગેની પૂછપરછ પોલીસ ભેગી કરી રહી છે.
First published: November 11, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading